________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૨૫૫ ૭૭૮. મોક્ષનો રસ્તો શું છે? –સમ્યકત્વસહિત સ્વાનુભૂતિ. ૭૭૯. સમ્યકત્વને અને શુભરાગને કાંઈ સંબંધ છે?
ના, બંને ભાવો તન જુદા છે. ૭૮૦. સમ્યક્ત થતાં શું થયું?
પહેલાં જે જ્ઞાન ભવહેતું થતું હતું તે હવે મોક્ષહેતુ થયું. ૭૮૧. સંસારમાં ભમતો જીવ કઈ બે વસ્તુ પૂર્વે નથી પામ્યો?
એક તો જિનવરસ્વામી, અને બીજું સમ્યકત્વ. ૭૮૨. ભગવાન પાસે તો જીવ અનંતવાર ગયો છે ને?
હા, પણ તેણે ભગવાનને ઓળખ્યા નહીં. ૭૮૩. ભગવાનને ઓળખે તો શું થાય?
આત્મા ઓળખાય ને સમ્યગ્દર્શન થાય જ. ૭૮૪. અનંતાજીવ મોક્ષ પામ્યા-તે બધા શું કરીને મોક્ષ પામ્યા?
સમ્યગ્દર્શન કરી કરીને અનંતાજીવો મોક્ષ પામ્યા છે. ૭૮૫. સમ્યગ્દર્શન વગર કોઈ મોક્ષ પામ્યું છે? –ના. ૭૮૬. સમ્યકત્વનો સરસ મહિમા સાંભળીને શું કરવું?
હે જીવો! તમે જાગો... સાવધાન થાઓ.. ને
સ્વાનુભવ કરો. ૭૮૭. ઋષભદેવના જીવને સમ્યકત્વ પમાડવા મુનિઓએ શું
કહ્યું? હે આર્ય! આ સમ્યક્ત્વની પ્રાપ્તિનો અવસર છે, માટે તું હમણાં જ સમ્યકત્વને ગ્રહણ કર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com