________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૨૫૪]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩
૭૬૭. જૈનમાર્ગ કેવો છે? –એ ભગવાન થવાનો માર્ગ છે. ૭૬૮. ત્રણકાળ ને ત્રણલોકમાં જીવને શ્રેય શું છે? સમ્યક્ત્વ સમાન બીજું કોઈ શ્રેય નથી. ૭૬૯. જીવને જગતમાં અહિતકારી શું છે ?
મિથ્યાત્વ સમાન અહિતકારી બીજું કોઈ નથી. ૭૭૦. મિથ્યાદષ્ટિ જીવ સ્વર્ગમાં જાય તો ?
–તે પણ સંસાર જ છે, તે ક્યાંય સુખી નથી. ૭૭૧. સુખી કોણ છે?
સુખી તો સમકિતી છે કે જેણે ચૈતન્યતત્ત્વને જોયું છે. ૭૭૨. સમ્યક્ત્વ વગરની બધી કરણી કેવી છે? દુઃખની જ દેનારી છે.
૭૭૩. દુનિયા શું જુએ છે?
દુનિયા તો બહારના ઠાઠમાઠ દેખે છે, ચૈતન્યને નથી દેખતી.
૭૭૪. ચૈતન્યના જેટલા ધર્મો છે તે બધાનું મૂળ શું છે? સર્વે ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. - ‘વંસનમૂનો ધમ્મો' ૭૭૫. જીવે શીઘ્ર શું કરવા જેવું છે?
હે જીવ! તું સમ્યક્ત્વને શીઘ્ર ધારણ કર... નકામો કાળ ન ગુમાવ.
૭૬. જ્ઞાન ને ચારિત્ર તે સમ્યક્ત્વ વગર કેવાં છે? તે સમ્યકપણું પામતાં નથી, એટલે કે મિથ્યા છે. ૭૭૭. રાગનાં રસ્તે મોક્ષમાં જવાય? - ના.
-
Please inform us of any errors on rajesh@AtmaDharma.com