________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૨૪૯ રાગાદિ ભાવોથી રહિત શુદ્ધભાવ તે અહિંસા છે. ૭૦૮. હિંસા કોને કહે છે?
જેટલા રાગાદિ ભાવો છે તેટલી ચૈતન્યની હિંસા છે. ૭૦૯. હિંસાઅહિંસાનું આવું સ્વરૂપ ક્યાં છે?
સર્વશદેવના મતમાં જ છે, બીજે ક્યાંય નથી. ૭૧૦. આવા અહિંસા-ધર્મને કોણ ઓળખે છે?
સમ્યગ્દષ્ટિ જ ઓળખે છે. ૭૧૧. જૈનસાધુ કેવા હોય છે?
સદા નિગ્રંથ હોય છે, તેમને વસ્ત્ર હોતા નથી. ૭૧૨. એનાથી વિરુદ્ધ સાધુપણું માને તો?
-તો તેને સમ્યકત્વના સાચા નિમિત્તની ખબર નથી. ૭૧૩. જીવ કઈ વિધા પૂર્વે કદી નથી ભણ્યો?
વીતરાગ-વિજ્ઞાનરૂપ સાચી ચૈતન્યવિધા કદી નથી
ભણ્યો. ૭૧૪. જ્ઞાન આત્માથી કદી જુદું કેમ નથી પડતું?
-કેમકે જ્ઞાન તે આત્માનું સ્વરૂપ જ છે. ૭૧૫. કર્મ અને શરીર કેવાં છે?
આત્માથી જુદી જાતનાં છે, તે આત્માનું સ્વરૂપ નથી. ૭૧૬. પુણ્ય-પાપવાળો આત્મા તે ખરો આત્મા છે?
ના, ખરો આત્મા ચેતનારૂપ ને આનંદરૂપ છે. ૭૧૭. મુમુક્ષુ જીવને શું સાધ્ય છે?
મુમુક્ષુજીવને મોક્ષપદ સિવાય બીજું કાંઈ સાધ્ય નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com