________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૦]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ ૭૧૮. સાચો આનંદ (મોક્ષનો આનંદ) કેવો છે?
સ્વયંભૂ છે, આત્મા જ તે રૂપ થયો છે. ૭૧૯. સાધકદશાનો સમય કેટલો? ... અસંખ્ય સમય. ૭૨૦. સાધ્યરૂપ મોક્ષદશાનો કાળ કેટલો? ... અનંત. ૭૨૧. સિદ્ધદશા-મોક્ષદશા કેવી છે?
મહા આનંદરૂપ, સમ્યકત્વાદિ સર્વગુણસહિત, આઠ
કર્મ રહિત. ૭૨૨. ચોથા ગુણસ્થાને સમ્યગ્દર્શન છે તે રાગવાળું છે?
ના, ત્યાં રાગ હોવા છતાં સમ્યગ્દર્શન તો
રાગવગરનું જ છે. ૭ર૩. સમ્યકત્વ સાથેનો રાગ કેવો છે?
તે બંધનું જ કારણ છે, સમ્યત્વ તે મોક્ષનું કારણ છે. ૭૨૪. કોઈને એકલું વ્યવહાર સમ્યગ્દર્શન હોય?
ના, નિશ્ચયપૂર્વક જ સાચો વ્યવહાર હોય. ૭૨૫. કોઈને એકલું નિશ્ચય સમ્યકતવ હોય?
હા, સિદ્ધભગવંતો વગેરેને એકલું નિશ્ચય સમ્યકત્વ છે ૭ર૬. ચેતન્યતત્ત્વ કેવું છે?
અહા! એનો અદ્ભુત મહિમા છે, એમાં અનંત
સ્વભાવો છે. ૭૨૭. સમ્યગ્દર્શન કેમ પ્રગટે છે?
આનંદના અપૂર્વ વેદનસહિત સમ્યગ્દર્શન પ્રગટે છે. ૭૨૮. સમ્યગ્દર્શનની સાથે ધર્મીને શું હોય છે?
નિઃશંકતાદિ આઠગુણ હોય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com