________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩] જીવનો અશુદ્ધ ઉપયોગ. ૬૮૩. પુણ્ય-પાપનાં આસ્રવો તથા બંધ કેવા છે? જીવને દુ:ખનાં કારણ છે, તેથી છોડવા જેવાં છે. ૬૮૪. દેડકું-સમ્યગ્દષ્ટિ હોય તેને તત્ત્વશ્રદ્ધા હોય ?
હા, જિનમાર્ગ અનુસાર તેને બરાબર તત્ત્વશ્રદ્ધાહોય છે. ૬૮૫. તત્ત્વોને જાણીને શું કરવું ?
[૨૪૭
હિતરૂપ તત્ત્વોને ગ્રહણ કરવા, ને દુઃખરૂપ તત્વોને છોડવા.
૬૮૬. દુર્ભાગી કોણ ?
અવસર પામીને પણ જે આત્માને ન ઓળખે તે. ૬૮૭. વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ ?
તેમણે પણ આવું વીતરાગી ભણતર ભણવું જોઈએ. ૬૮૮. પરમેશ્વર કેવા છે?
તેઓ જગતને જાણનારા છે, પણ જગતના કર્તા નથી. ૬૮૯. જગતના પદાર્થો કેવા છે?
સ્વયં સત્ છે. બીજો કોઈ તેનો કર્તા નથી.
૬૯૦. આત્માના અનુભવ વગર સર્વજ્ઞને ઓળખી શકાય ?
-ના.
૬૯૧. શરીર છેદાય-ભેદાય ત્યારે જીવ શાંતિ રાખી શકે? હા, કેમકે જીવ શરીરથી જુદો છે.
૬૯૨. જીવની ભૂલ ક્યારે છૂટે?
પોતાની ભૂલને, તેમજ પોતાના ગુણને જાણે ત્યારે. ૬૯૩. જીવને સુખ-દુઃખનું કારણ કોણ ?
પોતાના ગુણ-દોષ; બીજું કોઈ નહીં, કર્મ પણ નહીં.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com