________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬ ]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩ મહા આનંદરૂપ છે, રાગ-દ્વેષ વગરની છે,
વિકલ્પાતીત એનો મહિમા છે. ૬૭૪. શરીર હોવા છતાં સર્વજ્ઞપણું હોઈ શકે? –હ. ૬૭૫. સિદ્ધભગવંતો કેવા છે?
જગતમાં સૌથી શ્રેષ્ઠ છે, અનંતા છે, ભવનો અંત કરનારા મહંત છે, અનંત સુખવંત છે, દેહરહિત છે,
જ્ઞાનશરીરી છે. ૬૭૬, અનંતા જીવ-પુદ્ગલો ક્યાં રહેલા છે?
આકાશના અનંતમા ભાગરૂપ લોકમાં. ૬૭૭. અનંત-આકાશને પણ જ્ઞાન પૂરું જાણે?
હા, જ્ઞાનનું સામર્થ્ય તેથી પણ અનંત છે. ૬૭૮. આત્માના જ્ઞાનમાં ઇન્દ્રિયો નિમિત્ત તો છે ને?
ના, સ્વાધીન એવા અતીન્દ્રિયજ્ઞાનમાં ઇન્દ્રિયો નિમિત્ત પણ નથી; ઇન્દ્રિયોનું નિમિત્તપણું તો પરાધીન એવા ઇન્દ્રિયજ્ઞાનમાં છે–પણ તે જ્ઞાનને તો હેય કહ્યું છે. અતીન્દ્રિયજ્ઞાન જ આનંદનું કારણ
હોવાથી ઉપાદેય છે. ૬૭૯. કેવળજ્ઞાનને કોઈ નિમિત્ત છે?
હા, શેયપણે આખું જગત તેને નિમિત્ત છે. ૬૮). સત્ય સમજવાની શરૂઆત કઈ રીતે કરવી ?
વસ્તુનું પોતાનું સ્વરૂપ લક્ષમાં લઈને. ૬૮૧. હાલ-ચાલે બોલે તે જીવ-એ સાચું?
ના, જે જાણે તે જીવ. જેનામાં જ્ઞાન ન હોય તે અજીવ. ૬૮૨. આસ્રવ-બંધનું કારણ શું છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com