________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩
[ ૨૪૫
અવ્રતી-જઘન્ય-અંતરાત્માથી પણ તે હલકો છે, તેનું સ્થાન મોક્ષમાર્ગમાં નથી.
૬૬૫. સમ્યગ્દષ્ટિની પરિણતિ કેવી છે?
કોઈ અદ્દભુત-આશ્ચર્યકારી છે, જ્ઞાન-વૈરાગ્યસંપન્ન છે. ૬૬૬. અવિરત-સમ્યગ્દષ્ટિને કેટલી કર્મપ્રકૃતિ નથી બંધાતી? તેને કુલ ૪૩ કર્મપ્રકૃતિ તો બંધાતી જ નથી. (૪૧+૨ )
૬૬૭. અવિરત સમ્યગ્દષ્ટિને સંયમ છે?
ના, સંયમ નથી, પણ સંયમની ભાવના નિરંતર વર્તે છે. ૬૬૮. નાનામાં નાના સમ્યગ્દષ્ટિને આત્મશ્રદ્ધા કેવી છે? સિદ્ધ ભગવાન જેવી.
૬૬૯. કુંદકુંદદેવે મોક્ષપ્રાકૃતમાં સમ્યગ્દષ્ટિને કેવો કહ્યો છે? ‘તે ધન્ય છે, કૃતકૃત્ય છે, શૂરવીર છે, પંડિત છે. ’ ૬૭૦. સર્વજ્ઞ-પરમાત્માની જેને શ્રદ્ધા નથી તે જીવ કેવો છે? તે જીવ બહિરાત્મા છે. ગૃહીત-મિથ્યાદષ્ટિ છે. ૬૧. સર્વજ્ઞનો ખરો સ્વીકાર કોણ કરે છે?
જ્ઞાનદષ્ટિવંત સમ્યગ્દષ્ટિ જસર્વજ્ઞનો ખરો સ્વીકાર કરે છે. ૬૭૨. સર્વજ્ઞના સ્વીકારમાં શું-શું આવે છે?
અહા ! સર્વજ્ઞના સ્વીકારમાં તો જ્ઞાનસ્વભાવનો સ્વીકાર છે; તે ધર્મનો મૂળ પાયો છે, તેમાં તો અપૂર્વ તત્ત્વજ્ઞાન છે; રાગ ને જ્ઞાનની ભિન્નતાનો અનુભવ છે.
૬૭૩. સર્વજ્ઞતા કેવી છે?
અહો, એની શી વાત ! એ તો અતીન્દ્રિય જ્ઞાનરૂપ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com