________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ જે પોતે અંતરાત્મા થાય તે. ૬૫૪. એકલા અનુમાનવડે જ્ઞાનીને ઓળખી શકાય ? ના. ૬૫૫. રાગ અને શરીરનો નાશ થાય તો આત્મા જીવે?
હા, આત્મા પોતાના ચેતનસ્વભાવે સદા જીવંત છે. ૬૫૬. આત્માને અનુભવનારા અંતરાત્મા કેવા છે?
તેઓ પરમાત્માના પાડોશી છે. ૬૫૭. અંતરાત્માને રાગ હોય?
કોઈને હોય છે, બધાયને નથી હોતો. ૬૫૮. રાગ હોવા છતાં અંતરાત્મા શું કરે છે?
પોતાની ચેતનાને રાગથી જુદી અનુભવે છે. ૬૫૯. અંતરાત્માની ઓળખાણ કરતાં શું થાય?
જીવ-અજીવનું સાચું ભેદજ્ઞાન થઇ જાય. ૬૬૦. શરીરથી, રાગથી લાભ માને તો શું થાય?
તો તે રાગથી ને શરીરથી છૂટી શકે નહિ, ને વીતરાગી મોક્ષમાર્ગમાં આવી શકે નહિ; એટલે
સંસારમાં જ રહે. ૬૬૧. સમ્યગ્દષ્ટિને અશુભભાવ હોય ત્યારે?
-ત્યારે પણ તે અંતરાત્મા છે. ૬૬. મિથ્યાદષ્ટિ શુભભાવ કરતો હોય ત્યારે ?
-ત્યારે પણ તે બહિરાત્મા છે. ૬૬૩. રાગ વખતે અંતરાત્માની ચેતના કેવી છે?
ત્યારે પણ તેની ચેતના રાગથી અલિપ્ત જ છે. ૬૬૪. વ્યવહારરત્નત્રયવાળો અજ્ઞાની કેવો છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com