________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૨૪૩
૬૪૨. નવતત્ત્વને જાણે, પણ શુદ્ધાત્માને ન ઓળખે તો? –તો તેને સમ્યગ્દર્શન ન થાય; ને તેનું નવતત્ત્વનું જ્ઞાન પણ સાચું ન કહેવાય.
૬૪૩. વીતરાગ ભગવંતો ક્યા માર્ગે મોક્ષમાં ચાલ્યા? અંતર્મુખી શુદ્ધ રત્નત્રયના માર્ગે તેઓ મોક્ષમાં ગયા. ૬૪૪. જીવને બહિરાત્મદશામાં શું હતું ?
બહિરાત્માદશામાં તે એકાંત દુ:ખી હતો. ૬૪૫. હવે અંતરાત્મા થતાં શું થયું?
આત્માનું સાચું સુખ અનુભવમાં આવ્યું. ૬૪૬. રાગાદિ ભાવો કેવા છે?
તેઓ અંતરસ્વભાવના આશ્રયે ઉત્પન્ન થયેલા નથી. ૬૪૭. અંતર્સ્વભાવના આશ્રયે શું ઉત્પન્ન થાય ? વીતરાગી જ્ઞાન-આનંદરૂપ શુદ્ધ ભાવો પ્રગટે. ૬૪૮. આપણે પરમાત્માને ઓળખી શકીએ ?
હા, અંતરાત્મા થઈને પરમાત્માને ઓળખી શકાય છે. ૬૪૯. જડ-શરીરમાં જીવનો કોઈ ધર્મ હોય ? –ના. ૬૫૦. બી. એ. એમ. એ. ભણે, પણ આત્માને ન ઓળખે તો ? -તો વીતરાગી આત્મવિઘામાં તે મુરખ છે. ૬૫૧. આત્માના હિત માટે કેવી વિદ્યા શીખવી?
જીવ-અજીવના ભેદજ્ઞાનરૂપ વીતરાગ-વિદ્યા શીખવી. ૬૫૨. અંતરાત્માનું લક્ષણ શું? –જ્ઞાનચેતનાની અનુભૂતિ. ૬૫૩. જ્ઞાનચેતનાવંત અંતરાત્માને ખરેખર કોણ ઓળખી
શકે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com