________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ તે બધા અજીવ છે. ૬૩ર. અજીવમાં સુખ હોય? – કદી ન હોય. ૬૩૩. પરલક્ષી શુભાશુભભાવોમાં સુખ છે? –ના. ૬૩૪. સંવર-નિર્જરારૂપ સુખમાં કોની સન્મુખતા છે?
તેમાં આત્માની સન્મુખતા છે. ૬૩૫. આસવ-બંધરૂપ દુઃખમાં કોની સન્મુખતા છે?
તેમાં પરસન્મુખતા છે. ૬૩૬. મનુષ્યક્ષેત્રમાં અત્યારે અરિહંતો છે?
હા, વિદેહમાં સીમંધરસ્વામી વગેરે લાખો અરિહંતો છે. ૬૩૭. આ ભરતક્ષેત્રમાં કોઈ અરિહંત હતા?
હા, અઢી હજાર વર્ષ પહેલાં મહાવીરપ્રભુ વિચરતા હતા. ૬૩૮. સંસ્કૃત ભાષામાં પહેલવહેલા સિદ્ધાંતસૂત્ર કોણે રચ્યાં?
શ્રી ઉમાસ્વામીએ મોક્ષશાસ્ત્ર સંસ્કૃતમાં રચ્યું, તેઓ
કુંદકુંદાચાર્યદેવના શિષ્ય હતા. ૬૩૯. તે મોક્ષશાસ્ત્ર ઉપર કોણે-કોણે ટીકા રચી છે?
પૂજ્યપાદસ્વામીએ સર્વાર્થસિદ્ધિ, અકલંકદેવે તત્ત્વાર્થરાજવાર્તિક, અને વિધાનંદસ્વામીએ
તત્ત્વાર્થસ્લોકવાર્તિક, એ ત્રણ મહાન ટીકાઓ રચી છે. ૬૪). તો મોક્ષશાસ્ત્રનું પહેલું જ સૂત્ર શું છે?
'सम्यग्दर्शन-ज्ञान-चारित्राणि मोक्षमार्गः।' ૬૪૧. સમયસારની ૧૧ મી ગાથામાં સમ્યગ્દર્શન કોને કહ્યું
છે? ભૂતાર્થસ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન કહ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com