________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
૬૨૧. સૌથી નાના અંતરાત્મા કોણ ? સમ્યગ્દષ્ટિ-અવ્રતી ગૃહસ્થ.
૬૨૨. એ ત્રણે પ્રકારના અંતરાત્મા કેવા છે? યે તીનોં શિવમાવારી– તે ત્રણે મોક્ષમાર્ગી છે. ૬૩. શું ગૃહસ્થ પણ મોક્ષમાર્ગમાં સ્થિત છે?
હા, ગૃહસ્થો મોક્ષમાર્ગસ્થ નિર્મોહો ( રત્નકાંડશ્રાવકાચાર ) ૬૨૪. મનુષ્યલોકમાં કેટલા અરિહંતભગવંતો વિચરે છે? લાખો અરિહંત પરમાત્મા અત્યારે પણ મનુષ્યલોકમાં વિચરે છે.
૬૨૫. અરિહંતભગવાનને ક્યું ગુણસ્થાન હોય ? તેરમું અને ચૌદમું.
[ ૨૪૧
૬૨૬. ગામડિયાને આત્માની આવડી મોટી વાત સમજાય ? ભાઈ, તું ગામિડયો નથી, તું અનંતગુણવંત ભગવાન છે. ૬૨૭. જ્ઞાનીઓ શું બતાવે છે?
જે સ્વરૂપ છે તે જ બતાવે છે, વિશેષ કાંઈ નથી કહેતા.
૬૨૮. આ વાત કેવી છે?
પોતાના હિત માટે જરૂર સમજવા જેવી છે. ૬૨૯. કરોડો રૂપિયામાં કે બંગલા–મોટરમાં કેટલું સુખ છે? એમાં ક્યાંય સુખનો છાંટોય નથી.
૬૩૦. તો સુખ ક્યાં છે?
સુખ તો આત્માના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ છે. ૬૩૧. શરીર-રૂપિયા-મકાન વગેરે જીવ છે કે અજીવ ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com