________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩
ભિન્નભિન્ન છે; મોક્ષનું કારણ વીતરાગ છે, બંધનું કારણ રાગ છે.
૬૦૯. જે મોક્ષનું કારણ હોય તે બંધનું કારણ થાય ?
ના.
૬૧૦. જે બંધનું કારણ હોય તે મોક્ષનું કારણ થાય?
ના.
૨૪૦ ]
૬૧૧. સાતતત્ત્વની ઓળખાણ તે શું છે ? તે વીતરાગ જૈનધર્મનો એકડો છે.
૬૧૨. સાતતત્ત્વ જાણીને શું કરવું?
આત્માના શુદ્ધસ્વભાવની અનુભૂતિ, પ્રતીત કરવી. ૬૧૩. સામાયિક-ક્યારે થાય ?
સમભાવી-જ્ઞાનસ્વભાવી આત્માને જાણે ત્યારે. ૬૧૪. તે સામાયિકનું ફળ શું ? ....... મોક્ષ.
૬૧૫. બહિરાત્મા જીવ પરમાત્મા થઈ શકે?
હા, તે આત્માને ઓળખીને પરમાત્મા થઇ શકે છે. ૬૧૬. એકેક જીવમાં ૫રમાત્મા થવાની તાકાત કોણ બતાવે છે? એ વાત જૈનશાસન જ બતાવે છે.
૬૧૭. નરકમાં પણ અંતરાત્મા હોય ?
હા; ત્યાં પણ જે અસંખ્ય સમ્યગ્દષ્ટિ છે તે અંતરાત્મા છે. ૬૧૮. અંતરાત્માના ગુણસ્થાન ક્યા ક્યા ? ... ચારથી બાર. ૬૧૯. ઉત્તમ અંતરાત્મા કોણ ?
સાતથી બાર ગુણસ્થાનવર્તી શુદ્ધોપયોગી મુનિ.
૬૨૦. મધ્યમ અંતરાત્મા કોણ ?
દેશવ્રતી –શ્રાવક ને મહાવ્રતી -મુનિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com