________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૨૩૭
તે ખરેખર મોક્ષમાર્ગ નથી, તે તો સંસારમાર્ગ જ છે. ૫૭૨. સાચો મોક્ષમાર્ગ કેવો છે?
તે શુદ્ધાત્માના જ આશ્રયે છે, રાગ વગરનો છે.
૫૭૩. વ્યવહા૨ કારણો છે તે કેવાં છે?
‘ ધર્માસ્તિકાયવત્ ’ છે.
૫૭૪. અનંતવાર સ્વર્ગમાં જવા છતાં જીવ સુખ કેમ ન પામ્યો ?
કેમકે તેણે આત્મજ્ઞાન ન કર્યું. ૫૭૫. નિશ્ચય સમ્યકત્વ કેવું છે? તે સિદ્ધદશામાંય સદાય રહે છે.
૫૭૬. વ્યવહાર સમ્યક્ત્વ કેવું છે? રાગ છૂટતાં તે છૂટી જાય છે. ૫૭૭. આત્માનો સ્વભાવ રાગાદિથી સંયુક્ત છે?
ના, તે રાગાદિથી રહિત હોવા છતાં તેને રાગાદિથી સંયુક્ત માનવો તે અજ્ઞાનીઓનો મિથ્યાપ્રતિભાસ છે. ૫૭૮. ધર્મીને રાગ વખતે મોક્ષમાર્ગ છે?
હા, પણ રાગને કાંઈ તે મોક્ષમાર્ગ નથી માનતા. ૫૭૯. સાતતત્ત્વો ક્યા છે?
જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા ને મોક્ષ. ૫૮૦. આ સાત તત્ત્વનું સાચું સ્વરૂપ ક્યાં હોય ? જૈનમાર્ગમાં જ હોય; બીજામાં ન હોય.
૫૮૧. સમ્યગ્દષ્ટિજીવ જૈનમાર્ગ સિવાય બીજાને માને? ના, સ્વપ્નેય ન માને.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com