________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
૫૨૯. આત્માને જાણ્યા વગર તેની શ્રદ્ધા થઈ શકે? ના, બંને સાથે જ થાય છે.
૫૩૦. જ્ઞાનીના જ્ઞાનમાં કેટલા નયો છે? - અનંત. ૫૩૧. જ્ઞાન મોક્ષનું સાધક ક્યારે થાય ?
અંતરમાં વળીને આત્માને અનુભવે ત્યારે. ૫૩૨. મોક્ષમાર્ગના નિશ્ચય ને વ્યવહાર ક્યાં લાગુ પડે? જ્યાં સાચો માર્ગ પ્રગટયો હોય ત્યાં.
૫૩૩. અનંતકાળથી રાગ કરવાં છતાં સુખ કેમ ન મળ્યું? કેમકે સુખનું સાધન રાગ નથી.
૫૩૪. તો સુખનું સાધન શું છે?
વીતરાગ-વિજ્ઞાન જ સુખનું સાધન છે.
૫૩૫. રાગથી લાભ નથી માનતો એમ ક્યારે કહેવાય ? રાગથી જુદી ચેતનવસ્તુનું લક્ષ કરે ત્યારે.
૫૩૬. કેવળ-જ્ઞાન અને શ્રુત-જ્ઞાન, બંનેની જાતમાં કંઈ ફેર છે ?
ના, બંને એક જ જાતનાં છે.
૫૩૭. શેમાં ઉપયોગ જોડતાં સુખ થાય ?
સુખસ્વરૂપી આત્મામાં ઉપયોગ જોડતાં સુખ થાય.
૫૩૮. ત્વરાથી શું કરવું ?
[ ૨૩૩
‘સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ.'
૫૩૯. રાગમાં અંશે પણ આનંદ છે? ના, તેમાં તો દુ:ખ જ છે. ૫૪૦. રાગ દુઃખ છે, દુઃખ વડે સુખ સધાય ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com