________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૩૪]
[ વીતરાગવિજ્ઞાન-ભાગ-૩ ના, સુખનું સાધન પણ સુખરૂપ જ હોય. ૫૪૧. અરિહંતને ઓળખીને જીવ શું કરવા માંગે છે?
અરિહંત જેવા પોતાના જ્ઞાનસ્વભાવ તરફ ઢળવા
માંગે છે. ૫૪૨. સમ્યગ્દર્શના સહુચર તરીકે કોણ હોઈ શકે?
સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની જ માન્યતા હોય. ૫૪૩. વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્રો શું સિદ્ધ કરે છે?
તેઓ આત્માના સર્વજ્ઞસ્વભાવને સિદ્ધ કરે છે. ૫૪૪. આ છઠુંઢાળા કેવી છે?
ઘરે-ઘરે બાળકોને ભણાવવા જેવી છે. અહો ! આવા
વીતરાગી-વિજ્ઞાનનો ઘર-ઘર પ્રચાર કરવા જેવો છે. ૫૪૫. જૈનસિદ્ધાંતનું તથ્ય શું છે?
જ્ઞાન-આનંદસ્વરૂપ આત્મા અનુભવમાં લેવો તે. ૫૪૬. જ્ઞાન-શ્રદ્ધા વગેરે કોઈ રાગના આશ્રયે છે?
ના, કેમકે તેઓ રાગના અંશ નથી. ૫૪૭. આત્માના આશ્રયે શું પ્રગટે?
રાગ ન પ્રગટે, પણ રાગ વગરનાં ગુણો પ્રગટે. ૫૪૮. દુઃખ વખતે આત્મામાં બીજું કાંઈ છે?
હા, આનંદનો આખો સમુદ્ર ભરેલો છે. ૫૪૯. અનંતા તીર્થકરોએ મોક્ષમાર્ગ કઈ રીતે સાધ્યો?
સ્વસમ્મુખ થઈને શુદ્ધાત્માના આશ્રયે. ૫૫૦. ત્રણેકાળના મુમુક્ષુઓને તીર્થકરોએ શું ઉપદેશ કર્યો?
“અંતર્મુખ થઈને શુદ્ધાત્માની અનુભૂતિ કરો.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com