________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
| [ ર૨૭ ૪૬૪. સુખ માટે જીવે શેમાં લાગવું જોઈએ?
નિશ્ચય રત્નત્રયરૂપ મોક્ષમાર્ગમાં નિરંતર લાગ્યા રહેવું. ૪૬૫. સુખ શું છે? –આત્માનો સ્વભાવ. ૪૬૬, રાગ શું છે? – તે કાંઈ આત્માનો સ્વભાવ નથી. ૪૬૭. કોને જાણતાં સુખ થાય છે?
સુખસ્વભાવી આત્માને જાણતાં સુખ થાય છે. ૪૬૮. સુખ રાગમાં હોય? કે વીતરાગતામાં?
વીતરાગતામાં જ સુખ છે; રાગમાં સુખ નથી. ૪૬૯. રાગમાં અને પુણ્યમાં સુખ માને તો?
તો તેને રાગ અને પુણ્ય વગરના મોક્ષની શ્રદ્ધા નથી. ૪૭). આત્માના અતીન્દ્રિય સુખને કોણ જાણે છે?
ધર્મી જ તે સુખને જાણે છે. ૪૭૧. તે સુખ કેમ અનુભવાય?
વીતરાગવિજ્ઞાનવડે જ તે સુખ અનુભવાય છે. ૪૭ર. પુણ્ય બાંધવાના ભાવમાં શું છે? –અકુળતા અને દુઃખ. ૪૭૩. પુણ્યફળના ભોગવટામાં શું છે? –આકુળતા અને દુઃખ. ૪૭૪. સુખ ક્યાં છે?
આત્મા સ્વયં સુખસ્વરૂપ છે, તેની સન્મુખતા તે સુખ છે. ૪૭પ. શેના વગર સુખ ન થાય?
વીતરાગ-વિજ્ઞાન વગર કોઈને સુખ ન થાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com