________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬ ]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ ૪૫૪. નિશ્ચય વગરના એકલા વ્યવહારને કારણ કહેવાય?
ના, તે ઉપચારથી પણ કારણ નથી. ૪૫૫. આવો મોક્ષમાર્ગ જાણીને શું કરવું?
તેની આરાધનામાં આત્માને જોડવો. ૪પ૬. મુનિવરોએ આત્મહિતનો ઉપાય શું કહ્યો છે?
“સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ: ૪૫૭. પુણ્ય તરફના વલણમાં સુખ છે કે દુઃખ?
તેમાં પણ આકુળતા છે એટલે દુઃખ છે. ૪૫૮. તો સુખ શેમાં છે?
આત્માના શાંત-નિરાકુળ-ચેતનરસના અનુભવમાં
સુખ છે. ૪૫૯, મોક્ષમાર્ગમાંથી કોને કાઢી નાખ્યા?
પાપ અને પુણ્ય બંનેને મોક્ષમાર્ગમાંથી કાઢી નાંખ્યા. ૪૬૦. પૂર્ણ સુખરૂપ મોક્ષનો માર્ગ કેવો હોય ?
તે માર્ગ પણ રાગ વગરનો નિરાકુળ જ હોય. ૪૬૧. રાગસહિત વ્યવહારરત્નત્રય કેવા છે?
તે સત્યાર્થ મોક્ષમાર્ગ નથી. ૪૬૨. સત્યાર્થ મોક્ષમાર્ગ કેવો છે?
રાગ વગરના નિશ્ચય રત્નત્રયરૂપ. ૪૬૩. મોક્ષને માટે નિયમથી કરવા જેવું કાર્ય શું છે?
રાગ વગરનાં શુદ્ધરત્નત્રય તે નિયમથી કર્તવ્ય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com