________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩] .
[ ૨૨૫ ૪૪૫. સુખી થવા માટે જીવે શું કરવું જોઈએ?
જીવે મોક્ષના માર્ગમાં લાગવું જોઈએ. ૪૪૬, સત્યાર્થરૂપ મોક્ષમાર્ગ ક્યો છે?
નિશ્ચયમોક્ષમાર્ગ તે જ સત્યાર્થરૂપ છે. ૪૪૭. વ્યવહારમોક્ષમાર્ગ કેવો છે?
તે કારણરૂપ એટલે નિમિત્તરૂપ છે, સત્યાર્થરૂપ નથી. ૪૪૮. મોક્ષના સત્યાર્થ માર્ગ કેટલા છે?
સાચો મોક્ષમાર્ગ એક જ છે, બે નથી. ૪૪૯. નિશ્ચય અને વ્યવહાર બંનેને સાચા મોક્ષમાર્ગ માને
તો ?
–તો ૫. ટોડરમલજીએ તેને મિથ્થાબુદ્ધિ કહેલ છે. ૪૫૦. જૈનસિદ્ધાંતનું ખરું રહસ્ય કઈ રીતે સમજાય?
નિશ્ચયનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને તો સત્યાર્થ એમ જ માની તેની શ્રદ્ધા કરવી; અને વ્યવહારનય વડ જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની (ખરેખર એમ નથી એમ સમજી) તેની શ્રદ્ધા છોડવી. -આ રીતે જૈનસિદ્ધાંતનું ખરું
રહસ્ય સમજાય છે. ૪૫૧. કોના આશ્રયે જીવ સમ્યગ્દષ્ટિ થાય છે?
ભૂતાર્થસ્વભાવના આશ્રયે જીવ સમ્યગ્દષ્ટિ થાય છે. ૪૫ર. મુનિવરો કઈ રીતે મોક્ષને સાધે છે?
નિશ્ચયનયના આશ્રયે મુનિવરો મોક્ષને સાધે છે. ૪પ૩. હજારો શાસ્ત્રોનો ભંડાર શેમાં ભર્યો છે? ...
સમયસારમાં.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com