________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩ કલ્યાણકારી સમ્યગ્દર્શન અવશ્ય કરવું જોઈએ. માટે હું વિવેકી આત્મા! તું આ અવસરમાં સમ્યગ્દર્શનનું આવું માહાભ્ય સાંભળીને સાવધાન થા ને સમ્યગ્દર્શન પ્રાપ્ત કર... અનુભવી જ્ઞાની પાસેથી સમજીને સમ્યગ્દર્શન પ્રગટ કર. તે આ મનુષ્યજીવનનું અમૂલ્ય કાર્ય છે. તેના વગર જીવનને વ્યર્થ ન ગુમાવ.
શરીર ને આત્મા ભિન્ન છે, રાગ ને આત્મા ભિન્ન છે; શરીર અને રાગ વગરનું તારું ચૈતન્યતત્ત્વ અખંડ એવું ને એવું તારામાં છે. આ સાંભળીને રાજી થઈને તું સમ્યગ્દર્શન નો ઉધમ કર. ચૈતન્યમય તારા સ્વતન્તને પરથી ભિન્ન દેખીને પ્રસન્નતા વડ અનુભવમાં લે, ને મોક્ષમાર્ગમાં આવી જા. લાખ-કરોડ રૂપિયા દેતાંય જેની એક ક્ષણ મળવી મુશ્કેલ છે એવું આ મનુષ્યજીવન વૃથા ન ગુમાવ. મનુષ્યપણાની શોભા સમ્યગ્દર્શનથી છે માટે આ જન્મમાં સમ્યગ્દર્શન પ્રગટ કરી લે, જેથી આત્મામાં મોક્ષમાર્ગ શરૂ થઈ જાય. અમૂલ્ય જીવનમાં તેનાથી પણ અમૂલ્ય એવું સમ્યગ્દર્શન પ્રાપ્ત કર. કરોડો રૂપિયા કે કુટુંબ તે કોઈ શરણ નથી, પુણ્ય પણ શરણ નથી, સમ્યગ્દર્શન જ શરણ છે; તે સમ્યગ્દર્શન વડે જ જીવનની સફળતા ને જીવની શોભા છે. આવો સારો યોગ પુનઃપુનઃ નથી મળતો, માટે તેમાં સમ્યગ્દર્શન જરૂર પ્રગટ કરો.
અંતમાં ફરીને કહીએ છીએ કે હે જીવ! આત્માને સમજીને શ્રદ્ધા કરવાનો અવસર આવ્યો છે તેને વધાવી લેજે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com