________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૨૨૧ માર્ગમાં જ પરિણમી રહ્યો છે. અહો, સમ્યગ્દર્શનો કોઈ અચિંત્ય અદ્ભુત મહિમા છે. આવા સમ્યગ્દર્શનને ઓળખીને હું જીવો ! તમે પોતામાં તેની આરાધના કરો.
રે જીવ! દુનિયાની વાત છોડ. દુનિયા દુનિયામાં રહી; તું તારું આત્મભાન કરીને તારા હિતને સાધી લે. સમ્યગ્દર્શન શું છે તેની દુનિયાને ખબર નથી; સમ્યગ્દર્શન બીજાને ઇન્દ્રિયજ્ઞાનથી દેખાય તેવું નથી. અહા, સમ્યગ્દર્શન થયું ત્યાં આત્મામાં મોક્ષનો સિક્કો લાગી ગયો, ને ૫૨મ સુખનું નિધાન ખુલી ગયું. એનો તો જે અનુભવ કરે એને ખરી ખબર પડે. હાથમાં આવેલ ચિંતામણિને કોઈ મૂર્ખ દરિયામાં ફેંકી દ્યે તો ફરી તે હાથમાં આવવો મુશ્કેલ છે, તેમ ચિંતામણિ જેવો આ મનુષ્યઅવતાર જો સમ્યગ્દર્શન વગર ગુમાવી દીધો તો ભવના દરિયામાં ફરીને તેની પ્રાપ્તિ થવી બહુ કઠણ છે; માટે આ દુર્લભ અવસરમાં બીજી બધી પંચાત છોડીને સમ્યગ્દર્શન કરી લેવા જેવું છે. આ અવસર ચુકવા જેવું નથી.
આવું સમ્યગ્દર્શન જેનું મૂળ છે-એવો વીતરાગીધર્મ ‘ વંસળમૂતો ધો’ – જિનવરદેવે ઉપદેશ્યો છે. અઢી હજાર વર્ષ પહેલાં મહાવીરતીર્થંકર આ ભરતક્ષેત્રમાં એવો જ ઉપદેશ દેતા હતા ને તે સાંભળીને અનેક જીવો સમ્યક્ત્વ પામતા હતા, અત્યારે સીમંધરાદિ તીર્થંકર ભગવંતો વિદેહક્ષેત્રમાં એવો જ ઉપદેશ આપે છે, ને તે ઝીલીને કેટલાય જીવો સમ્યગ્દર્શન પામે છે, અત્યારે અહીં પણ આવું સમ્યગ્દર્શન પામી શકાય છે. દરેક આત્માર્થી જીવે આવું ઉત્તમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com