________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૦]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ કહ્યું છે કે- સમ્યગ્દર્શન સહિત તો નરકવાસ પણ ભલો છે. ને સમ્યગ્દર્શન વગરનો દેવલોકમાં વાસ પણ ઇષ્ટ નથી, એટલે કે જીવને સર્વત્ર સમ્યગ્દર્શન જ ઇષ્ટ છે, ભલું છે, સુખકર છે; એના વિના ક્યાંય જીવને સુખ નથી. સમ્યગ્દર્શનમાં અતીન્દ્રિય આત્મરસનું વેદન છે, દેવોના અમૃતમાં પણ તે આત્મરસનું સુખ નથી. મનુષ્યજીવનની સફળતા સમ્યગ્દર્શનથી જ છે, સ્વર્ગ કરતાંય સમ્યગ્દર્શન શ્રેષ્ઠ છે... ત્રણલોકમાં સમ્યગ્દર્શન શ્રેષ્ઠ છે. જ્ઞાન અને ચારિત્ર પણ સમ્યગ્દર્શન સહિત હોય ત્યારે શ્રેષ્ઠતાને પામે
નરકમાં પણ શ્રેણિકને ભિન્ન આત્માનું ભાન છે ને સમ્યકત્વના પ્રતાપે નિર્જરા થયા કરે છે; તથા ત્યાં પણ નિરંતર તેમને તિર્થંકર પ્રકૃતિ બંધાયા કરે છે. નરકમાંથી નીકળીને તેઓ ભરતક્ષેત્રમાં હવેની ચોવીશીમાં પહેલા તીર્થકર થશે. તેમના ગર્ભગમન પહેલાં છ મહિને અહીં ઇન્દ્ર-ઇન્દ્રાણી તેમના માતા-પિતાની સેવા કરવા આવશે ને રત્નવૃષ્ટિ કરશે; તે તો હજી નરકમાં હશે. પછી માતાના પેટમાં આવશે ત્યારે પણ સમ્યગ્દર્શન અને આત્મજ્ઞાન સહિત હશે, તેમજ અવધિજ્ઞાન પણ હશે. હું દેહુ નહીં, નારકી હું નહીં, દુઃખ હું નહીં, આ દેહના છેદન-ભેદનથી મારો આત્મા છેદાતો-ભેરાતો નથી, હું તો ચૈતન્યસુખનો અખંડ પિંડ શાશ્વત છું–આવી આત્મશ્રદ્ધા નરકમાંય તેને સદાય વર્તે છે, ને તે મોક્ષમહેલની સીડી છે. નરકમાં હોવા છતાં સમ્યગ્દર્શનના પ્રતાપે તે આત્મા મોક્ષના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com