________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૧૯
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
આત્મા અખંડ જ્ઞાનદર્શનસ્વરૂપ છે તે પવિત્ર છે; પુણ્ય-પાપ તો મેલાં છે, સ્વ-પરને જાણવાની તાકાત તેનામાં નથી, ને ભગવાન આત્મા તો પોતે પોતાને તેમજ પરને પણ જાણે એવો ચેતકસ્વભાવી છે-આવા આત્માની સન્મુખ થઈને તેની શ્રદ્ધા અને અનુભવ કરતાં જે સમ્યગ્દર્શન થયું તેનો મહાન પ્રતાપ છે. સમ્યગ્દર્શન વગરનું બધું તો એકડાં વગરના મીંડાં જેવું છે, ધર્મમાં તેની કોઈ કિંમત નથી. સમ્યગ્દષ્ટિને અંદર ચૈતન્યના શાંતરસનું વેદન છે. અહા, એ શાંતિના અનુભવની શી વાત? શ્રેણિકરાજા અત્યારે નરકમાં રહ્યા છતાં સમ્યગ્દર્શનના પ્રતાપે ત્યાંના દુઃખથી ભિન્ન એવા ચેતન્યસુખનું વેદન પણ તેમને વર્તી રહ્યું છે. પહેલાં મિથ્યાત્વદશામાં મહાપાપથી તેમણે સાતમી નરકનું અસંખ્ય વર્ષોનું આયુ બાંધી લીધું, પણ પછી મહાવીર પ્રભુના સમવસરણમાં તેઓ ક્ષાયિક સમયકત્વ પામ્યા ને સાતમી નરકનું આયુ તોડીને પહેલી નરકનું અને તે પણ માત્ર ૮૪OOO વર્ષનું કરી નાંખ્યું. તેઓ રાજગૃહીના રાજા ગૃહસ્થાશ્રમમાં અવ્રતી હતા છતાં ક્ષાયિક સમ્યગ્દર્શન પામ્યા; નરકગતિ ન ફરી પણ તેની સ્થિતિ તોડીને અસંખ્યાતમા ભાગની કરી નાખી. નરકની ઘોર યાતનાઓ વચ્ચે પણ તેનાથી અલિપ્ત એવી સમ્યગ્દર્શનપરિણતિનું સુખ તે આત્મા વેદી રહ્યો છે. - “બાહર નારકી કૃત દુઃખ ભોગે, અંતર સુખરસ ગટગટી.’ આ રીતે સમ્યગ્દર્શન સહિત જીવ નરકમાં પણ સુખી છે; ને સમ્યગ્દર્શન વગર તો સ્વર્ગમાં પણ જીવ દુઃખી છે. તેથી પરમાત્મપ્રકાશમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com