________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૨૧૭ તેમાંય આવો જૈનધર્મ ને સત્સંગ મળ્યો, સમ્યગ્દર્શનનો આવો ઉત્તમ ઉપદેશ મળ્યો, તો હવે કોણ એવો મૂર્ખ હોય કે આવો અવસર નકામો ગુમાવે ? ભાઈ ! કાળ ગુમાવ્યા વગર અંતરમાં ઉધમ વડે તું નિર્મળ સમ્યગ્દર્શનને ધારણ કર. ચાર ગતિનાં દુઃખ તે ઘણાં સહ્યાં, હવે એ દુઃખથી છૂટવા આત્માની આ વાત સાંભળ. સમ્યગ્દર્શનની આવી ઉત્તમ વાત સાંભળીને હવે તું જાગૃત થા ને તરત સમ્યગ્દર્શન પ્રગટ કર. આ તારો સમજવાનો કાળ છે, સમ્યગ્દર્શનનો અવસર છે, માટે અત્યારે જ સમ્યગ્દર્શન ધારણ કર! જુઓ, કેવું સંબોધન કર્યું છે! ભોગભૂમિમાં ઋષભદેવના જીવને સમ્યગ્દર્શન માટે ઉપદેશ આપીને મુનિરાજે પણ એમ કહ્યું હતું કે હું આર્ય! હુમણાં અત્યારે જ તું આ સમ્યકત્વને ગ્રહણ કર. તને સમ્યકત્વની પ્રાપ્તિનો આ કાળ છેઃ તત ગૃETળ મા સચર્વ તત્તાને વાત VS તો અને ખરેખર તે જીવે તણે જ સમ્યગ્દર્શન પ્રગટ કર્યું. એ રીતે અહીં પણ કહે છે કે હે ભવ્ય ! વિલંબ વગર હુમણાં જ તું સમ્યકત્વને ધારણ કર ! અને સુપાત્ર જીવ જરૂર સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે.
હે જીવ! જેટલો ચૈતન્યભાવ છે તેટલો જ તું છો. અજીવથી તારો આત્મા ભિન્ન છે, રાગાદિ મમતાથી પણ આત્માનો સ્વભાવ ભિન્ન છે, આવા આત્માને ભાન વગર અનંતકાળ વ્યર્થ ગુમાવ્યો, પણ હવે આ ઉપદેશ સાંભળ્યા પછી તું એક ક્ષણ પણ ન ગુમાવીશ. તરત અંદરમાં સમ્ય–
Please inform us of any errors on rajesh@AtmaDharma.com