________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬ ]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ ને સમ્યગ્દર્શનને ધારણ કરો. આ સમ્યકત્વની પ્રાપ્તિનો અવસર છે, તેને વૃથા ન ગુમાવો.
જે સમજદાર છે, જે આત્માને ભવદુ:ખથી છોડાવવા માટે ને મોક્ષસુખના અનુભવ માટે સમ્યકત્વનો પિપાસુ છે, એવો ભવ્ય જીવને સંબોધીને સમ્યગ્દર્શનની પ્રેરણા આપે છે. પ્રભુ! આ તારા હિતના ટાણાં છે. તું કાંઈ મૂઢ નથી પણ સમજુ છો, શાણો છો, હિત-અહિતનો વિવેક કરનાર છો, જડ-ચેતનનો વિવેક કરનાર છો; માટે તું શ્રીગુરુનો આ ઉત્તમ ઉપદેશ સાંભળીને હવે તરત સમ્યગ્દર્શન ધારણ કર. આટલે સુધી આવીને હવે વિલંબ ન કર. દેહાદિથી ભિન્ન આત્માનો અનુભવ કર, તેનો ઊંડો ઉદ્યમ કર.
સમ! સુન! વેત! શયાને! હે શાણા જીવ! તું સાંભળ, સમજ ને સાવધાન થા. ચેતીને વિલંબ વગર સમ્યકત્વને ધારણ કર. એકલું સાંભળીને ન અટક, પણ તે સમજી સાવધાન થા. મોહુનો અભાવ કરીને સાવધાન થા, ને તારી જ્ઞાનચેતના વડે તારા શુદ્ધ આત્માને ચેત... તેનો અનુભવ કર. સર્વજ્ઞ પરમાત્મામાં જે છે તે બધુંય તારા આત્મામાં પણ છે-એમ જાણી, પ્રતીત કરી, સ્વાનુભવ કર. મૃગની માફર બહારમાં ન તૂઢ, અંદરમાં છે તેને અનુભવમાં લે.
જુઓ તો ખરા, પંડિતજી દૌલતરામજી ગૃહસ્થ પંડિત હતા, તેમણે પણ કેવી સરસ રચના કરી છે! સંસારમાં રૂલતાં રૂલતાં અનંતકાળે માંડમાંડ આમનુષ્યઅવતાર મળ્યો,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com