________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૨૧૫ થઈને તમારી સ્વપર્યાયને સંભાળો! તેને અંતર્મુખ કરીને સમ્યગ્દર્શનરૂપ કરો. તમારી પર્યાયના કર્તા તમે છો; ભગવાન તમારી પર્યાયના દેખનાર છે પણ કાંઈ કરનાર નથી. કર્તા તો તમે જ છો, માટે તમે પોતે આત્માના ઉદ્યમવડે શીધ્ર સમ્યગ્દર્શનપર્યાયરૂપ પરિણમો.
પોતાનો આત્મા શું છે તેને જાણ્યા વગર અનંતવાર જીવ સ્વર્ગમાં ગયો પણ ત્યાં જરાય સુખ ન પામ્યો, સંસારમાં જ રખડ્યો. સુખનું કારણ તો આત્મજ્ઞાન છે. અજ્ઞાનીને કરોડો જન્મના તપથી જે કર્મો ખપે છે તે જ્ઞાનીને આત્મજ્ઞાનવડે એકક્ષણમાં ખપી જાય છે. તેથી કહ્યું છે કે “જ્ઞાનસમાન ન આન જગતમેં સુખકો કારણ.” ત્રણલોકમાં સમ્યગ્દર્શન, સમાન સુખકારી બીજું કોઈ નથી. આત્માના સમ્યગ્દર્શન-જ્ઞાન વગર જીવને સુખનો છાંટોય અનુભવમાં ન આવે, એટલે કે ધર્મ ન થાય. માટે હું સમજદાર દોલતરામ! પોતે પોતાને સંબોધીને કહે છે કે હે દૌલતરામ-આત્મા! તમે આ સાંભળીને સમજીને ચેતો, ને શીઘ્ર સમ્યગ્દર્શન ધારણ કરીને આત્મહિત કરો. દૌલતરામ આ છહુઢાળાના કર્તા છે; અથવા દૌલતરામ એટલે અંદર ચૈતન્યની દોલતવાળો આતમરામ તે દૌલતરામ છે. ચૈતન્યની સંપદારૂપ અનંત દોલતવાળા એવા હે દોલતરામ! હે આતમરામ! તમે તો સમજદાર છોને! આ તમારા હિતના ટાણાં આવ્યા છે. તમે કોઈ મૂર્ખ નથી, તમે તો સમજદાર જ્ઞાનના ભંડાર છો; માટે ચેતીને સમજે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com