________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪ ]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ માને છે તેને સમ્યગ્દર્શન નથી, સમ્યગ્દર્શન વગર જ્ઞાન નથી ને ચારિત્ર પણ નથી. સમ્યગ્દર્શન સહિત જ જ્ઞાન ને ચારિત્ર શોભે છે. માટે હે ભવ્ય! આવા પવિત્ર સમ્યકત્વને એટલે નિશ્ચય સમ્યકત્વને તું શીધ્ર ધારણ કર, કાળ ગુમાવ્યા વગર આવું સમ્યકત્વ પ્રગટ કર. આત્મબોધ વગર શુભરાગથી તો માત્ર પુણ્યબંધન છે, તેમાં મોક્ષમાર્ગ નથી; અને સમ્યગ્દર્શન પછી પણ કાંઈ રાગ તે મોક્ષમાર્ગ નથી; રાગ વગરના જે રત્નત્રય તે જ મોક્ષમાર્ગ છે, જેટલો રાગ છે તેટલું તો બંધન છે. વ્યવહારસમ્યગ્દર્શન તે રાગ છે, વિકલ્પ છે, તે પવિત્ર નથી, નિશ્ચય સમ્યગ્દર્શન તે પવિત્ર છે, વીતરાગ છે, નિર્વિકલ્પ છે. વિકલ્પથી જુદો પડીને, ચેતનાવડે જ્ઞાનાનંદસ્વરૂપ આત્માના અનુભવપૂર્વક પ્રતીત કરવી તે સાચું સમ્યકત્વ છે. તે મોક્ષનું સોપાન છે. માટે શુદ્ધાત્માને અનુભવમાં લઈને આવા સમ્યકત્વને ધારણ કરવાનો ઉપદેશ છે.
હે જીવો! આવો સરસ સમ્યકત્વનો મહિમા સાંભળીને હવે તમે જાગો, જાગીને ચેતો ! સાવધાન થાઓ ! ને આવા પવિત્ર સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજીને પોતાના પુરુષાર્થવડે તેને ધારણ કરો. તેમાં પ્રમાદ ન કરો. આ દુર્લભ અવસરમાં સમ્યગ્દર્શન જ પ્રથમ કર્તવ્ય છે. ફરીફરી આવો અવસર મળવો મુશ્કેલ છે. સમ્યગ્દર્શન ન કર્યું તો આ દીર્થસંસારમાં જીવનો ક્યાંય પત્તો ખાય તેમ નથી. માટે હું શાણા સમજુ જીવો! તમે ઉદ્યમવડ, શીધ્ર સમ્યગ્દર્શનને ધારણ કરો. સાવધાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com