________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૨૧૩ આત્મા છે, તેના કિરણોમાં રાગાદિ અંધારાં નથી, શુભાશુભરાગ તે જ્ઞાનનું સ્વરૂપ નથી. આવા રાગરહિત જ્ઞાનસ્વભાવને જાણીને તેની પ્રતીત અને અનુભૂતિ કરવી તે અપૂર્વ સમ્યગ્દર્શન છે, તે સર્વનો સાર છે.
પરમાત્મપ્રકાશમાં કહે છે કે અનંતકાળથી સંસારમાં રખડતો જીવ બે વસ્તુ પામ્યો નથી-એક તો જિનવરસ્વામી, અને બીજાં સમ્યકત્વ, બહારમાં તો જિનવરસ્વામી મળ્યા પણ પોતે તેનું ખરું સ્વરૂપ ન ઓળખ્યું, માટે તેને જિનવરસ્વામી મળ્યા નથી-એમ કહ્યું. જિનવરનું સ્વરૂપ ઓળખતાં સમ્યગ્દર્શન થાય જ. સમ્યગ્દર્શન વગરના જ્ઞાન ચારિત્રને ભગવાનના માર્ગની એટલે કે સચ્ચાઈની છાપ મળતી નથી. સમ્યગ્દર્શન વડે શુદ્ધઆત્માને શ્રદ્ધામાં લીધો ત્યારે જ્ઞાન સાચું થયું, ને આવા શ્રદ્ધા-જ્ઞાનવડે અનુભવમાં લીધેલા પોતાના શુદ્ધાત્મામાં લીન થતાં ચારિત્ર પણ સારું થયું. માટે કહ્યું કે મોક્ષમહલકી પરથમ સીડી. સમ્યક ધારો ભવ્ય પવિત્રા. ધર્મનું પહેલું પગથિયું પુણ્ય નથી પણ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન વગર પુણ્ય પણ અનંતવાર જીવ કરી ચૂક્યો પણ તે સંસારનું જ કારણ થયું, ધર્મનું કારણ જરાપણ ન થયું. ધર્મ અને મોક્ષનું કારણ સમ્યગ્દર્શન જ છે. સમ્યગ્દર્શન કરી કરીને અનંતા જીવો મોક્ષમાં પધાર્યા છે; સમ્યગ્દર્શન વગર કોઈ જીવ મોક્ષને પામ્યો નથી.
આત્મા શું છે તેને જાણ્યા વગર જે રાગને જ આત્મા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com