________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧ર ]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ આત્મામાં જ્ઞાનાનંદસ્વભાવ જેવો ત્રિકાળ છે તેવો પર્યાયમાં પ્રગટે તેનું નામ મોક્ષ, અને સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર તેનું કારણ તે મોક્ષમાર્ગ, તેમાં પણ મૂળ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન એટલે શું? તે બીજી ગાથામાં કહ્યું હતું કે“પદ્રવ્યનતેં ભિન્ન આપમેં રુચિ સમ્યકત્વ ભલા હૈ.'
પદ્રવ્યથી ભિન્ન આત્માની રુચિ તે સમ્યગ્દર્શન છે. મોક્ષાર્થીએ પહેલાં આવું સમ્યગ્દર્શન જરૂર પ્રગટ કરવું જોઈએ. જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા હું છું; શરીરાદિ અજીવ હું નથી, રાગાદિ આસ્રવ પણ હું નથી; –આ રીતે દેહાદિથી તથા રાગાદિથી ભિન્ન પોતાના આત્માની અનુભૂતિ કરતાં સમ્યગ્દર્શન થાય છે. ને સમ્યગ્દર્શન થયું ત્યારે શાસ્ત્રભણતર કે સંયમ ન હોય તોપણ મોક્ષમાર્ગ શરૂ થઈ જાય છે. શ્રીમદ્રાજચંદ્ર કહે છે કે “ –અનંતકાળથી જે જ્ઞાન ભવતુ થતું હતું તે જ્ઞાનને ક્ષણમાત્રમાં જાત્યંતર કરીને જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર.'
આવા સમ્યગ્દર્શનનું સાચું સ્વરૂપ જીવ અનંતકાળમાં સમજ્યો નથી ને વિકારને જ આત્મા માનીને તેના જ અનુભવમાં રોકાઈ ગયો છે. બહુ તો પાપ છોડીને શુભરાગમાં આવ્યો, પરંતુ શુભરાગપણ અભૂતાર્થધર્મ છે, તે કાંઈ મોક્ષનું કારણ નથી, ને તેના અનુભવથી કાંઈ સમ્યગ્દર્શન થતું નથી. “મુલ્યન્સિવો રવતુ સમ્માફઠ્ઠી' છે. બધા તત્ત્વોનો સાચો નિર્ણય સમ્યગ્દર્શનમાં સમાય છે. ચૈતન્યપ્રકાશી જ્ઞાયકસૂર્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com