________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ તેથી કહ્યું કે સુખ તો આકુળતા વગરનું છે અને એવા સુખને માટે શિવમાર્ગમાં લાગ્યા રહેવું. આત્માના આવા અતીન્દ્રિય સુખને ધર્મી જીવો જ જાણે છે અને સ્વ-પરના ભેદજ્ઞાનપૂર્વક વીતરાગવિજ્ઞાન વડે જ તે સુખ અનુભવાય છે.
પહેલી ઢાળમાં ચારગતિનાં દુ:ખ બતાવ્યા; બીજી ઢાળમાં તે દુઃખનું કારણ બતાવીને મિથ્યાત્વાદિને છોડવાનું અને આત્મહિતના પંથમાં લાગવાનું કહ્યું હવે તે હિતનો ઉપાય આ ત્રીજી ઢાળમાં બતાવે છે. પૂર્વાચાર્યોના કથનનો સાર લઈને પંડિતજીએ આ છહુઢાળારૂપી ગાગરમાં સાગર ભર્યો છે; સંસ્કૃત-વ્યાકરણ વગેરે ન આવડતું હોય તો પણ જિજ્ઞાસુ જીવ સમજી શકે એવી રીતે સહેલી હિંદી ભાષામાં પ્રયોજનભૂત વર્ણન કર્યું છે.
આત્માનું કલ્યાણ કહો, હિત કહો કે સાચું સુખ કહો, –તે એક જ છે. જે ભાવથી અતીન્દ્રિય સુખ થાય તે જ આત્મહિત છે; એ સિવાય બીજે ક્યાંય, શરીરમાં ધનમાં કે આબરૂ વગેરેમાં સુખ નથી, એના લક્ષે તો આકુળતા છે પણ અજ્ઞાની તેમાં સુખ માને છે. પુણ્ય બાંધવાના ભાવમાં આકુળતા છે અને તે પુણ્યનું ફળ ભોગવવામાં પણ આકુળતા છે; સુખ તેમાં ક્યાંય નથી. બાહ્ય વિષયો વગરનો આત્મા સ્વયં સુખસ્વરૂપ છે. આવા ચૈતન્યસ્વરૂપ આત્માના અનુભવમાં જે વીતરાગી નિરાકુળતા છે તે જ સાચું સુખ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપ વીતરાગવિજ્ઞાન વગર આવું સુખ કોઈને થાય નહીં.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com