________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૭
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
પુણ્ય અને પાપ એ બંનેમાં આકુળતા હોવાથી તેને મોક્ષમાર્ગમાંથી કાઢી નાંખ્યા. સંપૂર્ણ નિરાકુળતારૂપ સુખના અનુભવસ્વરૂપ જે મોક્ષ, તેની પ્રાપ્તિનો માર્ગ પણ નિરાકુળ-ભાવરૂપ જ હોય. સાચો મોક્ષમાર્ગ નિરાકુળ એટલે રાગ વગરનો જ છે. તેની સાથેના રાગ સહિત શ્રદ્ધા-જ્ઞાન-આચરણને મોક્ષમાર્ગનું કારણ કહેવું તે વ્યવહાર છે. જે વ્યવહાર રત્નત્રય છે તે કાંઈ સત્યાર્થ મોક્ષમાર્ગ નથી, નિયમરૂપ મોક્ષમાર્ગ તે નથી. રાગથી પાર આત્માના સ્વભાવમાં ઘૂસી જઈને જે સભ્યશ્રદ્ધાજ્ઞાન-ચારિત્ર થયા તે નિશ્ચય-મોક્ષમાર્ગ છે, તે સત્યાર્થ મોક્ષમાર્ગ છે, મોક્ષને માટે તે નિયમથી કરવા જેવું કાર્ય છે; માટે કહ્યું કે શિવમગ લાગ્યો ચહિયે. શુભરાગમાં લાગ્યો રહેવાનું ન કહ્યું પણ આત્માના સભ્યશ્રદ્ધા-જ્ઞાનચારિત્રરૂપ નિશ્ચયમોક્ષમાર્ગમાં લાગવાનું કહ્યું. તેમાં જ આત્માનું હિત અને સુખ છે.
સુખ તો આત્મસ્વભાવ છે, રાગ કાંઈ આત્મસ્વભાવ નથી, તો તે રાગ આત્માના સુખનું કારણ થઈ શકે નહીં. સુખ જેનો સ્વભાવ છે તેને જાણતાં-અનુભવતાં જ સુખ થાય છે. જીવ સુખ ચાહે છે પણ પોતાના સુખસ્વભાવને ભૂલીને તે રાગમને સંયોગમાં સુખને શોધે છે. ભાઈ ! સુખ તો રાગમાં હોય કે વીતરાગતામાં? વીતરાગતા તે જ સુખ છે, તેને જીવે કદી જાણ્યું નથી. જેણે રાગમાં અને પુણ્યમાં સુખ માન્યું તેને મોક્ષની શ્રદ્ધા નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com