________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૯
ધર્મી જીવ ઇન્દ્રપદના વૈભવમાંય રાજી નથી, ચૈતન્યના આનંદમાં જ તે રાજી છે.
સુખ એટલે નિરાકુળતા; અતીન્દ્રિય આનંદનો મોટો ઢગલો આત્મા છે. સુખ પોતાના અંતરમાં છે પણ તેને ભુલીને બહારમાં સુખ માનીને જીવ હેરાન થઈ રહ્યો છે. અરે જીવો! બહા૨નું સુખ લેવા જતાં અંતરમાં આત્માનું જે સાચું સુખ છે તે ભૂલાઈ જાય છે (-સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે) એ વાત લક્ષમાં તો લ્યો, મારું સુખ મારા આત્મામાં છે એમ લક્ષમાં લ્યે તો બાહ્ય વિષયોમાંથી (અશુભમાંથી કે શુભમાંથી) સુખ લેવાની બુદ્ધિ ન રહે, એટલે પરિણિત અંતરમાં વળીને આત્મસન્મુખ થાય ને અતીન્દ્રિય સુખ અનુભવમાં આવે. આવું સુખ તે નિર્દોષ સુખ છે એટલે તે જ સાચું સુખ છે. બહારમાં સુખ દેખાય છે તે તો અજ્ઞાનીની માત્ર કલ્પના જ છે, મૃગજળ જેવી તે કલ્પના મિથ્યા છે. જેમ હરણિયા મૃગજળને પાણી માનીને પીવા દોડે છે... ઘણું દોડે છે પણ તેને પાણી મળતું નથી. ક્યાંથી મળે ? ત્યાં પાણી હોય તો મળેને? ત્યાં પાણી તો નથી પણ ધગધગતી રેતી છે. -
–
–અરે હરણિયા! આટલું-આટલું દોડવા છતાં પાણીની ઠંડી હવા પણ તને ન આવી, તો તું વિચાર તો કર કે તને મૃગજળ દેખાય છે તે ખરેખર પાણી નથી પણ કલ્પના જ છે દૃષ્ટિભ્રમ જ છે. પણ ઝાંઝવાંના જળ તરફના વેગે ચડેલા હરણિયાંને એટલો વિચાર કરવાનો અવકાશ ક્યાં છે? તેમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com