________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૧૦]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ આચાર, તે કોઈ રાગ આત્માના સમ્યગ્દર્શન માટે જરાય કારણરૂપ નથી; વિકલ્પની મદદ વડે નિર્વિકલ્પતા કદી પમાતી નથી. સમ્યકત્વાદિની ભૂમિકામાં તેને યોગ્ય વ્યવહાર હોય છે એટલી તેની મર્યાદા છે, પણ તે વ્યવહાર છે માટે તેને લઈને નિશ્ચય છે એમ નથી. વ્યવહારના જેટલા વિકલ્પો છે તે બધાય આકુળતા અને દુઃખ છે, આત્માના નિશ્ચય-રત્નત્રય જ સુખરૂપ અનાકુળ છે. જ્ઞાનીનેય વિકલ્પ તે દુઃખ છે, વિકલ્પ વડે કાંઈ આત્માનું કાર્ય જ્ઞાનીને થતું નથી; તે વખતે જ તેનાથી ભિન્ન એવા નિશ્ચય-શ્રદ્ધાજ્ઞાનાદિ પોતાના આત્માના અવલંબને તેને વર્તે છે અને તે જ મોક્ષમાર્ગ છે. આવા નિરપેક્ષ નિશ્ચય સહિત જે વ્યવહાર હોય તે વ્યવહાર વ્યવહાર તરીકે સાચો છે.
સમ્યગ્દર્શન વગર જ્ઞાન કે ચારિત્રમાં સાચાપણું આવતું નથી, એટલે જૂઠાપણું રહે છે. સમ્યગ્દર્શન વગર બધુંય ખોટું? - હું, મોક્ષને માટે તો બધુંય નિરર્થક, ધર્મને માટે બધું નકામું, શાસ્ત્રજ્ઞાનની વાત કરીને ગમે તેટલું લોકરંજન કરે, ધારાવાહી ભાષણમાં ન્યાયોની ઝપટ બોલાવે, કે વ્રતાદિ આચરણરૂપ ક્રિયાઓવડે લોકમાં વા–વાહ થાય, પણ સમ્યગ્દર્શન વગર તેનું જ્ઞાન ને આચરણ બધુંય મિથ્યા છે, તેમાં જરાય આત્માનું હિત નથી; તેમાં માત્ર લોકરંજન છે, આત્મરંજન નથી, આત્માનું સુખ નથી.
વ્યવહાર શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર તે બધાય સમ્યગ્દર્શન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com