________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૨૯ વગર પૂર્ણ શુદ્ધતાના માર્ગે ક્યાંથી જવાશે? અશુદ્ધતાના માર્ગે ચાલતાં કાંઈ મોક્ષનગર ન આવે.
મોક્ષ શું છે? –મોક્ષ તે કાંઈ ત્રિકાળી દ્રવ્ય કે ગુણ નથી, પણ તે જીવના જ્ઞાનાદિ ગુણોની પૂર્ણ શુદ્ધ અવસ્થારૂપ કાર્ય છે, તેનું પહેલું કારણ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનનું લક્ષ્ય પૂર્ણ શુદ્ધ આત્મા છે, તે પૂર્ણતાના ધ્યેયે પૂર્ણ તરફની ધારા ઊપડે છે, વચ્ચે રાગાદિ હોય, વ્રતાદિ શુભભાવ હોય પણ સમ્યગ્દષ્ટિ તેને આસ્રવ જાણે છે, તે કાંઈ મોક્ષની સીડી નથી. સમ્યકતા કહો કે શુદ્ધતા કહો, જ્ઞાન-ચારિત્ર વગેરેની શુદ્ધીનું મૂળ સમ્યગ્દર્શન છે. શુભરાગ તે કાંઈ ધર્મનું પગથિયું નથી. રાગનું ફળ સમ્યગ્દર્શન નથી, ને સમ્યગ્દર્શનનું ફળ શુભરાગ નથી; બંને ચીજો જ જુદી છે.
આત્મા શાંત-વીતરાગસ્વભાવ છે; તે પુણ્યવડ, રાગવડ, વ્યવહારવડે પ્રાપ્ત થતો નથી એટલે કે અનુભવમાં આવતો નથી; પણ સીધો પોતે પોતાના ચેતનભાવવડ અનુભવમાં આવે છે, આવો અનુભવ થાય ત્યારે સમ્યગ્દર્શન થાય ને ત્યારે મોક્ષમાર્ગ ઊઘડે. અનંત જન્મમરણના નાશના ઉપાયમાં ને મોક્ષના પરમ આનંદની પ્રાપ્તિમાં સમ્યગ્દર્શન જ પહેલું પગથિયું છે. તેના વગર જ્ઞાનનું જાણપણું કે શુભરાગની ક્રિયાઓ તે બધું નિરર્થક છે, ધર્મનું ફળ તેના વડે જરાય આવતું નથી માટે તે નિરર્થક છે. નવતત્ત્વોની એકલી વ્યવહારશ્રદ્ધા, વ્યવહારુ જાણપણું કે પંચમહાવ્રતાદિ શુભ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com