________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩ બધાં જાણપણા ને બધાં આચરણ તે મિથ્યાજ્ઞાન ને મિથ્યાઆચરણ છે. માટે હે દૌલતરામ! તું સમજ, આ ઉપદેશ સાંભળીને ચેત, સાવધાન થા, ને નકામો કાળ ગુમાવ્યા વગર સમ્યગ્દર્શનનો સાચો ઉદ્યમ કર. જો સમ્યકત્વ વગર જીવન ગુમાવ્યું તો ફરીને આવો નરભવ ને આવા જૈનધર્મનો ઉત્તમયોગ મળવો કઠણ છે. અવસર ગુમાવી દઈશ તો તારા પસ્તાવાનો પાર નહીં રહે. માટે, કવિ પોતે પોતાને સંબોધીને કહે છે તેમજ બીજા ભવ્ય જીવોને પણ કહે છે કે હું ચૈતન્ય દોલતવાળા આતમરામ! હે ભવ્ય જીવ ! તું અત્યંત સાવધાન થઈને ચેતી જા ને અત્યંત ઉધમપૂર્વક શીધ્ર આવા પવિત્ર સમ્યગ્દર્શનને ધારણ કર.
મોક્ષમહેલમાં ચઢવા માટે રત્નત્રયરૂપ સીડી છે તેનું પહેલું પગથિયું સમ્યગ્દર્શન છે; તેના વગર ઉપરનાં પગથિયાં (શ્રાવકપણું મુનિપણું વગેરે) હોય નહિ. સીડીનું એક પગથિયું પણ જેનાથી નથી ચડાતું તે આખી સીડી ચડીને મોક્ષમાં ક્યાંથી પહોંચશે ? સમ્યગ્દર્શન વગરની બધી ક્રિયાઓ એટલે કે શુભભાવો તે કાંઈ ધર્મનું પગથિયું નથી, તે તો સંસારમાં ઉતરવાનો રસ્તો છે, રાગને જેણે રસ્તો માન્યો તે તો સંસારના રસ્તે છે. રાગના રસ્તે કાંઈ મોક્ષમાં ન જવાય. મોક્ષનો રસ્તો તો સ્વાનુભવસહિત સમ્યગ્દર્શન છે. આત્માની પૂર્ણ શુદ્ધ વીતરાગદશા તે મોક્ષરૂપી આનંદમહેલ; અંશે શુદ્ધતારૂપ સમ્યગ્દર્શન તે મોક્ષમહેલનું પહેલું પગથિયું, અંશે શુદ્ધતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com