________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમહેલનું પહેલું પગથિયુંસમ્યગ્દર્શન. દર્શન ઘારો ભવ્ય પવિત્રા... કાલવૃથા મત ખોવો.
કોમ
સમ્યગ્દર્શનનો ઘણો મહિમા બતાવીને હવે આ ત્રીજી ઢાળની છેલ્લી ગાથામાં તેની અત્યંત પ્રેરણા આપતાં કહે છે કે અરે જીવ! તું કાળ નકામો ગુમાવ્યા વગર આ પવિત્ર સમ્યગ્દર્શનને ધારણ કર. -
(ગાથા-૧૭) मोक्षमहलकी परथम सीढी, या विन ज्ञान चरित्तासम्यक्ता न लहे, सो दर्शन धारो भव्य पवित्रा। दौल! समझ सुन चेत सयाने काल वृथा मत खोवे। यह नरभव फिर मिलन कठिन है जो सम्यक् नहीं होवे।।
અહા, જુઓ આ સમ્યગ્દર્શનનું સ્વરૂપ! હે ભવ્ય ! આવા સમ્યગ્દર્શનને ઓળખીને અત્યંત મહિમાપૂર્વક તું તેને શીવ્ર ધારણ કર... જરાપણ કાળ નકામો ગુમાવ્યા વગર તું ચેતી જા અને આવા સમ્યગ્દર્શનને ધારણ કર. કેમકે આ સમ્યગ્દર્શન જ મોક્ષનું પ્રથમ પગથિયું છે, જ્ઞાન કે ચારિત્ર કાંઈ આ સમ્યગ્દર્શન વગર સાચું હોતું નથી. સમ્યગ્દર્શન વગરનાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com