________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬ ]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩ ઓળખ્યા. એવા જીવોને સમ્યગ્દર્શન હોતું નથી, ને સમ્યગ્દર્શન વગર ધર્મ હોતો નથી.
તેથી મુમુક્ષુ જીવે પોતાના સુખને માટે દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ બરાબર ઓળખી, સર્વ પ્રકારની મૂઢતા છોડી, વીતરાગ જૈનમાર્ગમાં કહેલાં તત્ત્વોનો સાચો નિર્ણય કરવો, અને પરથી ભિન્ન પોતાના ચિદાનંદસ્વભાવરૂપ આત્મતત્ત્વની રુચિ-પ્રતીતિ-સ્વાનુભૂતિ કરીને શુદ્ધ સમ્યગ્દર્શન ધારણ કરવું, એમ ઉપદેશ છે.
આતમદેવ સુંદર છે,
સુંદર ને વળી સુખી છે; મિત્રો માની લેજો સર્વે,
કેવળીની વાત છે.
આ કેવળીનાં કહેણ છે,
મીઠાં અમૃત વહેણ છે; સ્વીકારી તું આજ લે,
તો મુક્તિ તારી કાલ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com