________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન-ભાગ-૩]
[ ૨૦૩ નથી, એને તો શુભરાગની ને દેહની ક્રિયાની કિંમત લાગે છે, પણ એ તો બધું થોથાં છે, બાપુ! એમાં ક્યાંય તારો ધર્મ નથી.
સમ્યગ્દર્શન થયું ત્યાં ભવ વગરનો પોતાનો આત્મા પ્રતીતમાં આવ્યો, ચૈતન્યતત્ત્વ રાગવગરનું આનંદમય અનુભવમાં આવ્યું; ત્યાં હવે ભવના ભાવનો આદર નથી, એકાદ બે ભવ હોય પણ તેને હૈય જાણે છે, ને સાથે સમ્યગ્દર્શન વર્તે છે. સમ્યગ્દર્શન સિવાયનું બીજું કાંઈ સુખદાયક નથી. બીજું એટલે કે સમ્યગ્દર્શન વગરનું બીજું એમ સમજવું, બાકી સમ્યગ્દર્શનસહિતનું સમ્યજ્ઞાન ને સમ્યક્ચારિત્ર તો સુખદાયક છે જ. ચારિત્રદશામાં તો ઘણું વિશેષ આત્મસુખ છે, પણ તેનું મૂળ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન વગર તો ચારિત્રદશા હોતી નથી. સમ્યગ્દર્શન વગેરે જે કાંઈ જ્ઞાન કે આચરણ છે તે મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર છે, તેમાં સુખનો કે ધર્મનો અંશ પણ નથી. સર્વ દુ:ખનું મૂળ મિથ્યાત્વ; અને સર્વસુખનું મૂળ સમ્યક્ત્વ.
પ્રશ્ન:- મિથ્યાદષ્ટિ જીવો નરકમાં જ જાય-એ ખરું? ઉત્તર:- ના; મિથ્યાદષ્ટિ જીવ પોતાનાં પુણ્ય-પાપ અનુસાર ચારે ગતિમાં જાય છે; સ્વર્ગમાં પણ તે જાય છે, પણ સ્વર્ગમાંય કાંઈ તેને સુખ નથી. તે ભલે પોતાને અજ્ઞાનથી સુખી માને, પણ સુખ ક્યાં છે ને કેવું છે તેની તેને ખબર પણ નથી. મિથ્યાદષ્ટિ જીવો પાપવડે નરકમાં જાય કે પુણ્યવડે સ્વર્ગમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com