________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૨૦૨ ]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩
મોક્ષસુખનુ મૂળ કારણ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનવગ૨નું જે કાંઈ જાણપણું કે જે કાંઈ આચરણ તે બધુંય દુઃખનું જ કારણ છે. અજ્ઞાની વ્રતાદિ કરે તોપણ મિથ્યાત્વનું પાપ તો તેને પડયું જ છે. સમ્યગ્દર્શન વગર જીવ જે કાંઈ કરે તેમાં સુખનો છાંટોય નથી, તેમાં તો દુ:ખ જ છે અને સમ્યગ્દર્શન થતાંવેંત જીવને પોતાના સ્વભાવના અપૂર્વ સુખનો અનુભવ થાય છે. નરકમાં પણ સમ્યગ્દષ્ટિ એવા સુખને અનુભવી લ્યે છે-જ્યારે સ્વર્ગના મિથ્યાદષ્ટિ દેવને તે સુખની ગંધ પણ નથી.
જ
અજ્ઞાની કહે છે કે સમ્યગ્દર્શન વગર પણ વ્યવહાર કરીએ તે ધર્મનું કારણ થશે. અહીં તો કહે છે કે સમ્યગ્દર્શન વગરની બધી કરણી દુ:ખની જ દેનારી છે. આત્માના આનંદરૂપ સુખનું દાતાર તો સમ્યગ્દર્શન દેવલોકનાવૈભવમાં સુખ નથી પણ સમ્યગ્દર્શનમાં સુખ છે. દેવલોકમાં સમ્યગ્દષ્ટિ હોય તે સમ્યગ્દર્શનને લીધે સુખી છે, પણ કાંઈ દેવલોકના વૈભવને લીધે તે સુખી નથી. વૈભવ તરફ લક્ષ જાય તેટલું તો દુ:ખ છે, આકુળતા છે.
સમ્યગ્દર્શન વગરનો જીવ શુભરાગના પરિણામને ધર્મ માની લ્યે છે; રાગ અને જ્ઞાન વચ્ચેના ભેદની તેને ખબર નથી. ‘રાગ ’ અને ‘જ્ઞાન’ તેઓ અનેક હોવા છતાં અજ્ઞાનથી તે અનેકને એકપણે અનુભવે છે. ભાઈ, તારું ચૈતન્યતત્ત્વ રાગથી જાદું છે તેને જાદું જાણ. ચૈતન્યનું અસ્તિત્વ રાગરૂપે કે દેહરૂપે નથી, આવા ચૈતન્યની કિંમત અજ્ઞાનીને દેખાતી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com