________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૨૦૧ વાંધો? એમ તે ધર્મ નથી કહેતો, પણ જેટલી વિષયકષાયની વૃત્તિઓ છે તેને પોતાનો દોષ સમજે છે. જેમ રોગીને રોગનો કે ઔષધનો પ્રેમ નથી, તેને તો તે મટાડવા ચાહે છે, તેમ ધર્મીને અસંયમનો કે વિષયોનો પ્રેમ નથી, તેને તો તે છોડવા ચાહે છે. આ રીતે દોષને દોષ જાણે છે ને દોષ વગરના શુદ્ધતત્ત્વને પણ જાણે છે, એટલે રાગાદિભાવ થવા છતાં ધર્મી જીવ અંતરથી ન્યારો છે, અતીન્દ્રિય આનંદમય ચૈતન્યસ્વભાવમાં રાગને પ્રવેશવા દેતો નથી. જેમ સારો માણસ જેલમાં રહેવું પડે તેને સારી માનતો નથી, તેમ ધર્માત્માને રાગ-દ્વેષ પુણ્ય-પાપ જેલ જેવા લાગે છે, પરભાવમાં, ગૃહવાસરૂપી અસંયમની જેલમાં ધર્માજીવ આનંદ માનતો નથી, પણ તેનાથી છૂટવા માંગે છે. સમ્યગ્દર્શન થતાં મુક્તિના સ્વાદનો નમૂનો તો ચાખી લીધો છે, તેથી રાગના રસમાં તેને ક્યાંય ચેન પડતું નથી.
સદનનિવાસી તદપિ ઉદાસી તાતેં આસવ ઝટાઝટી, સંયમ ધર ન શકે પૈ સંયમ ધારનકી ઉર ચટાચટી.
સમ્યગ્દષ્ટિની આવી અલૌકિકદશા છે. શાસ્ત્રોએ પેટ ભરીભરીને સમ્યગ્દર્શનનો મહિમા ગાયો છે. સમ્યગ્દર્શનમાં આખા આત્માનો સ્વીકાર છે. સમ્યગ્દર્શન સર્વોત્તમ સુખનું કારણ છે, તે જ ધર્મનું મૂળ છે. સમન્તભદ્રમહારાજ કહે છે કે
ત્રણકાળ ને ત્રણલોકમાં સમ્યકત્સમ નહીં શ્રેય છે, મિથ્યાત્વસમ અશ્રેય કો નહીં જગતમાં આ જીવને.
(રત્નકાંડશ્રાવકાચારઃ ૩૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com