________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૦]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ તિલકની જેમ શોભે છે, સમસ્ત લોકો તેનો આદર કરે છે. ચક્રવર્તીપદ વગેરે પણ સમ્યગ્દષ્ટિ જ પામે છે. ને એવા ઉત્તમ પદ પામીને તે રત્નત્રયની પૂર્ણતા કરીને મોક્ષને પામે છે. સમ્યગ્દર્શનનો આવો મહાન પ્રતાપ છે.
સમ્યગ્દષ્ટિ અસંયમી હોય, વિષય-કષાયના ભાવો થતા હોય, છતાં પણ તેને અશુભ વખતે આયુ ન બંધાય, શુભ વખતે જ બંધાય કેમકે ઉત્તમ આયુ જ બંધાય છે; પરિણામની મર્યાદા જ એવી છે. ઉત્તમ દેવ કે મનુષ્યમાં જાય ત્યાં પણ સમ્યગ્દષ્ટિ જીવ અંતરદૃષ્ટિમાં પોતાના શુદ્ધઆત્મા સિવાય બીજે બધેથી અલિપ્ત જ રહે છે; દેવલોકના વૈભવ વચ્ચે પણ તે આત્માને ભૂલતા નથી.
દેહ-મન-વાણી, કર્મ પુણ્ય-પાપ, રાગ-દ્વેષ, સ્ત્રી, વેપાર વગેરે હોવા છતાં, તેની સામે એક આખું ચિદાનંદતત્ત્વ પણ વિદ્યમાન છે, તે દેહાદિ બધાયથી પાર ચિદાનંદતત્ત્વ જ હું છું-એવું ધર્મીને ભાન છે; બહારમાં બધું હોવા છતાં મારા તત્ત્વમાં તે કંઈ નથી, મારું તત્ત્વ તે રૂપ થયું નથી, બધાયથી ન્યારું ને ન્યારું જ છે. આવી શુદ્ધદષ્ટિ રાખીને વ્યવહારને પણ જેમ છે તેમ જાણે છે. રાગાદિ અને ગૃહવાસ છે તેને કાંઈ સારા નથી માનતો, તેને તો કાદવ જેવા જાણે છે, અરે, મારા શુદ્ધ તત્ત્વમાંથી બાહ્યવિષયોમાં વૃત્તિ જાય તે કાદવ જેવી છે; સર્વજ્ઞસ્વભાવી મારા આત્માને આ કાદવથી શોભા નથી. સમ્યગ્દર્શન થઈ ગયું છે માટે હવે ગમે તે વૃત્તિ આવે તો શો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com