________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૧૯૯
જુઓ, ચારગતિ છે, તેને યોગ્ય જીવનાં ભાવો છે, જીવને એક ગતિમાંથી બીજી ગતિમાં પુનર્જન્મ પોતાના ભાવઅનુસાર થાય છે, કોઈ ઈશ્વર તેને કર્મનું ફળ આપતા નથી, એ બધાની આસ્તિકતા હોવી જોઈએ. ચારગતિ, પુનર્જન્મ, કર્મફળ વગે૨ે ને ન માને તેને તો ગૃહીતમિથ્યાત્વ છે, તેને તો આ એકે ય વાત ક્યાંથી સમજાય ? બસ, વિકલ્પ તોડો' એમ કહે ને અંદર તત્ત્વનિર્ણયનું તો ઠેકાણું ન હોય, –એ તો વેદાંત જેવો મિથ્યાદષ્ટિ છે. અરે, લોકો ભગવાન મહાવી૨ને ઈસુ બુદ્ધ કે ગાંધી સાથે સરખાવે છે તેમને તો જૈનધર્મની ગંધ પણ નથી, એમની શ્રદ્ધા તો જૈનધર્મથી તદ્દન વિપરીત છે. સર્વજ્ઞનો જૈનમાર્ગ તો કોઈ અદ્દભુત, અલૌકિક, જગતથી જુદી જાતનો છે; બીજા કોઈ માર્ગ સાથે તેની સરખામણી થાય તેવી નથી. આ તો ભગવાનનો માર્ગ છે, ને ભગવાન થવાનો માર્ગ છે. એકેક આત્મા સર્વજ્ઞસ્વભાવી પ૨માત્મા છે. તેનું ભાન થવા છતાં જેને હજી રાગ સર્વથા નથી છેદાયો એવા જીવને ફરી અવતાર થાય છે પણ તે ઉત્તમગતિમાં જ જાય છે. સમ્યગ્દર્શન થયા પછી ઉત્તમ દેવ ને ઉત્તમ મનુષ્ય સિવાયનો બધો સંસાર તો છેદાઈ ગયો. સમ્યગ્દષ્ટિ જ્યાં ઊપજે ત્યાં ઓજસ્વી-પરાક્રમી, તેજસ્વી-પ્રતાપવંત, વિદ્યાવંત, વીર્યવંત, ઉજ્વલ યશસ્વી, વૃદ્ધિવંત, વિજયવંત, મહાન કુળવંત, ચતુર્વિધ પુરુષાર્થના સ્વામીપણે ઊપજે છે અને માનવતિલક થાય એટલે કે સમસ્ત મનુષ્યોમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com