________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૧૯૮ ]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩
હોય તો તેના સ્થિતિ-૨સ એકદમ ઘટીને પહેલી નરકને યોગ્ય થઈ જાય છે; તિર્યંચનું કે મનુષ્યનું હલકુ આયુ બંધાયું હોય તો સમ્યક્ત્વના પ્રભાવે ઉત્તમ ભોગભૂમિમાં જ મનુષ્ય કે તિર્યંચ થાય, વ્યંતર વગે૨ે હલકા દેવનું આયુ બંધાયું હોય તો તેને બદલે સમ્યક્ત્વના પ્રતાપે કલ્પવાસી દેવોમાં જ જાય. વળી સમ્યગ્દષ્ટિ નીચકૂળમાં કે દરિદ્રતામાં ન ઊપજે, તદ્દન અલ્પ આયુનો ધા૨ક ન હોય, વિકૃત અંગવાળો કે લૂલો-મૂંગો-બહેરો-આંધળો પણ તે ન ઊપજે. -જોકે આ તો બધું બહારનું પુણ્યફળ છે; સમ્યગ્દર્શનની અનુભૂતિ તો તે બધાયથી અત્યંત જુદી જ છે. દેવાદિના ઉત્તમ શરીરથી પણ સમ્યગ્દષ્ટિ પોતાને અત્યંત જાદો જ અનુભવે છે. પણ સમ્યક્ત્વ સાથેના પુણ્યનો આવો મેળ હોય છે-એમ બતાવવું છે. બાકી તો સમ્યગ્દષ્ટિ પોતાને રાગથી પણ જુદો અનુભવે છે ત્યાં આ પુણ્યની ને સંયોગની શી વાત ?
દેવોમાં તો નપુંસક હોતા જ નથી, મનુષ્ય કે તિર્યંચમાં નપુંસક હોય તેમાં સમ્યગ્દષ્ટિ ઊપજતા નથી. જે સમ્યગ્દષ્ટિ પહેલી નરકમાં ઊપજે તેને નપુંસકપણું હોય તે જાદી વાત છે-કેમકે નરકમાં તો બધાને એક નપુંસકવેદ જ હોય છે, ત્યાં સ્ત્રીવેદ કે પુરુષવેદ હોતો જ નથી. ક્યો જીવ ક્યાં ઊપજે, ક્યાં ન ઊપજે, તેનું વિસ્તારથી વર્ણન પખંડાગમ વગેરે સિદ્ધાંતસૂત્રોમાં છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com