________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૨૦૪ ]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩
જાય, એ બધોય સંસાર જ છે, ક્યાંય તે સુખી નથી. સુખી તો સમકિતી છે કે જેણે ચારગતિથી પાર એવા
ચૈતન્યતત્ત્વને જોયું છે.
દુનિયા તો પૈસા વગે૨ે સંયોગ ઉપરથી સુખનું માપ કાઢે છે, આત્મસુખને તો તે જાણતી જ નથી. દુનિયા એમ નથી પૂછતી કે તમને કેટલું આત્મસુખ છે? પણ તમારી પાસે પૈસાની મૂડી કેટલી છે, તમારી આવક કેટલી છે–એમ જુએ છે. –વધુ પૈસાથી જાણે વધુ સુખ હોય! ને પૈસા વગર જાણે સુખ હોય જ નહીં! એવી અજ્ઞાનીની ભ્રમણા છે. દુનિયા તો બહારથી દેખનારી છે.
અરે, વિકલ્પ ઊઠે તે પણ જ્યાં દુ:ખ છે, તેમાંય સુખ નથી ત્યાં બીજાની શી વાત ? સમ્યગ્દર્શન વગરનું કોઈ સુખદાયક નથી. કોઈ સંયોગ એવો નથી કે જે સુખ આપે. સમ્યગ્દર્શન જ બધા ધર્મનું મૂળ છે. ‘બધા ધર્મો' એટલે કાંઈ જૈન અને બીજા બધા–એમ નહિ, પણ આત્માનો જ્ઞાનધર્મ, ચારિત્રધર્મ, શ્રાવકધર્મ, મુનિધર્મ, સુખધર્મ, ક્ષમાદિ દશધર્મ એમ વીતરાગી શુદ્ધભાવરૂપ બધા ધર્મોનું મૂળ સમ્યગ્દર્શન છે; કેમકે ‘ધર્મી' એવો પોતાનો શુદ્ધઆત્મા લક્ષમાં-પ્રતીતમાં-અનુભવમાં લીધા વગર તેના ધર્મો ( એટલે શુદ્ધપર્યાયો ) પ્રગટે ) નહીં. સમ્યગ્દર્શનવડે શુદ્ધઆત્માને ધ્યેય બનાવીને એકાગ્ર થતાં શ્રાવકધર્મ, મુનિધર્મ, ઉત્તમક્ષમાદિધર્મ, શુદ્ધોપયોગધર્મ, ધ્યાનરૂપધર્મ, સુખધર્મ, સ્વાનુભવરૂપધર્મ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com