________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૧૯૬ ]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩
જુઓ, આમાં કેટલી વાત આવી ગઈ? પ્રથમ તો સંસારમાં ચારગતિનાં સ્થાનો છે. આત્માનું જ્ઞાન થતાંવેંત જીવનો મોક્ષ જ થઈ જાય ને તે સંસારમાં રહે જ નહીં-એમ નથી. સમ્યગ્દર્શન પછી પણ કોઈને અમુક ભવ હોય છે. તે સમ્યગ્દષ્ટિને અસંયમ ને અશુભ ભાવ હોવા છતાં સમ્યગ્દર્શનના પ્રતાપે તેના પરિણામ એટલા ઊજ્વળ છે કે ઉત્તમ દેવ કે ઉત્તમ મનુષ્યમાં જ તે ઊપજે છે; હલકા દેવમાં તે ઊપજતા નથી, કે દેવી થતા નથી. સમ્યગ્દષ્ટિ મરીને ઇન્દ્રાણી પણ ન થાય. સ્ત્રીપર્યાયમાં મિથ્યાદષ્ટિ મરીને ઇન્દ્રાણી પણ ન થાય. સ્ત્રીપર્યાયમાં મિથયાદષ્ટિ જ ઊપજે. ઊપજ્યા પછી ભલે સમ્યગ્દર્શન પામે. હલકા દેવો, દેવીઓ, છ નારકો, નપુંસક–એ બધામાં ઊપજેલા જીવો સમ્યગ્દર્શન પામી શકે છે, પણ ત્યાં ઊપજે ત્યારે તો મિથ્યાદષ્ટિ જ હોય. મલ્લિતીર્થંકરને જે લોકો સ્ત્રી કહે છે તેને સિદ્ધાંતની ખબર નથી, તીર્થંકરનો આત્મા તો પૂર્વભવમાંથી સમ્યગ્દર્શન સાથે લઈને અવતરે, તે સ્ત્રીપર્યાયમાં કેમ ઊપજે? સ્ત્રીપર્યાયમાં તો મિથ્યાદષ્ટિ ઊપજે.
સમ્યગ્દષ્ટિ દેવ હોય તે મનુષ્યમાં અવતરે; પણ સમ્યગ્દષ્ટિ મનુષ્ય મરીને કર્મભૂમિનો મનુષ્ય ન થાય, પૂર્વે આયુષ્ય બંધાઈ ગયું હોય ને મનુષ્ય થાય તો તે ભોગભૂમિમાં જ મનુષ્ય થાય, પણ વિદેહક્ષેત્ર વગેરે કર્મભૂમિમાં ન જાય. ઘણા લોકો સમજ્યા વગર કહે છે કે અનુક ધર્માત્મ અહીંથી મરીને વિદેહ ક્ષેત્રમાં ઊપજ્યા. –પણ એ ભૂલ છે. જે મનુષ્ય મરીને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com