________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૧૯૫ જીવ સમ્યકત્વસહિત મરીને, જો નરકનું આયુષ્ય બંધાયું હોય તો પહેલી નરકમાં, અને તિર્યંચનું મનુષ્યનું આયુષ્ય બંધાયું હોય તો ભોગભૂમિના તિર્યંચ કે મનુષ્યમાં ઊપજે છે. –વળી આમાં એટલી વિશેષતા છે કે આવા જીવો ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જ હોય છે.
-જેમકે શ્રેણિકરાજા; તેમણે પહેલાં અજ્ઞાનદશામાં જૈન મુનિરાજ ઉપર ઉપસર્ગ કરીને સાતમી નરકનું આયુષ્ય બાંધ્યું, પણ પછી જૈન ધર્મ પામ્યા ને મહાવીર પ્રભુના ચરણ સમીપે ક્ષાયિકસમ્યગ્દર્શન પામ્યા, ત્યાં નરકની સ્થિતિ ઘટીને અસંખ્યાત વર્ષોમાંથી ૮૪OOO વર્ષની જ રહી, ને સાતમી ને બદલે પહેલી નરકે ગયા. જે ગતિનું આયુષ્ય બંધાઈ ગયું હોય તે ગતિ ફરે નહિ. ૮૪OO૦ વર્ષની સ્થિતિ પૂરી થતાં ત્યાંથી નીકળીને તે જીવ ત્રણલોકના નાથ તીર્થકર પરમાત્મા થશે. –એ સમ્યકત્વનો પ્રતાપ છે. યોગસારમાં કહે છે કે
સમ્યગ્દષ્ટિ જીવને દુર્ગતિ ગમન ન થાય; કદી જાય તો દોષ નહીં, પૂર્વકર્મ ક્ષય થાય.
સમ્યગ્દષ્ટિ જીવને સમ્યકત્વ પછી દુર્ગતિગમન થતું નથી; પૂર્વે બાંધેલા આયુને કારણે કદાચ નરકમાં જાય તોપણ ત્યાં સમ્યગ્દર્શનનો તો કાંઈ દોષ નથી, એ તો પૂર્વે અજ્ઞાનદશામાં બાંધેલાં કર્મનું ફળ છે, અને તે કર્મને પણ તે નિર્જરાવી નાંખે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com