________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ પર્યાયમાં, સ્થાવરમાં, વિકલત્રયમાં કે કર્મભૂમિના પશુમાં કદી ઉપજતો નથી. સમ્યગ્દષ્ટિ ઉત્તમ દેવ કે ઉત્તમ મનુષ્યમાં જ અવતરે છે; પણ જો સમ્યગ્દર્શન પહેલાં અજ્ઞાનદશામાં કોઈને આયુષ્ય બંધાઈ ગયું હોય તો તેવો જીવ પહેલી નરકમાં કે ભોગભૂમિના તીર્થંચ અગર મનુષ્યમાં અવતરે છે.
સમ્યગ્દર્શનની પ્રાપ્તિ તો ચારેગતિના જીવોને થઈ શકે છે–દેવ કે મનુષ્ય, તિર્યંચ કે નરક ચારે ગતિમાં પાત્ર જીવ સમ્યગ્દર્શન પામી શકે છે. નરકમાંય અસંખ્યાતા સમ્યગ્દષ્ટિ
જીવો છે. સમ્યગ્દષ્ટિ જીવો સમ્યગ્દર્શન સહિત મરીને ક્યાં ઊપજે? ને ક્યાં ન ઊપજે? તે અહીં બતાવ્યું છે. -
* દેવલોકમાંથી અવતરીને સમ્યગ્દષ્ટિ જીવ ઉત્તમ મનુષ્યમાં જ આવે, બીજે ન જાય.
* નરકમાંથી મરીને સમ્યગ્દષ્ટિ જીવ ઉત્તમ મનુષ્યમાં જ આવે, બીજે ન જાય.
* તિર્યંચમાંથી મરીને સમ્યગ્દષ્ટિ જીવ વૈમાનિક સ્વર્ગમાં જ જાય, બીજે ન જાય.
* હવે સમ્યગ્દષ્ટિ-મનુષ્યમાં બે વાત છે:
સામાન્યપણે તો સમ્યગ્દષ્ટિ મનુષ્ય મરીને સ્વર્ગમાં જ જાય.
પણ જેને સમ્યગ્દર્શન પહેલાં મિથયાત્વદશામાં આયુષ્ય બંધાઈ ગયું હોય કે પછી સમ્યગ્દર્શન પામ્યો હોય તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com