________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શનનું શ્રેષ્ઠપણું અને સમ્યગ્દષ્ટિને દુર્ગતિગમનનો અભાવ
સમ્યગ્દષ્ટિજીવ અસંયમી–ગૃહસ્થ હોય તોપણ પ્રશંસનીય છે–એમ કહ્યું. હજી તેનો વિશેષ મહિમા કરતાં કહે છે કે ત્રણકાળ ને ત્રણલોકમાં સમ્યગ્દર્શન જીવને સુખાકારી છે, તે જ ધર્મનું મૂળ છે; અને સમ્યગ્દષ્ટિજીવ હલકીગતિમાં સ્થાનોમાં તો ઊપજતો જ નથી. –
(ગાથા-૧૬)
પ્રથમ નર વિન ૫૮ મૂ, બ્યોતિષ-વાન-ભવન-જંહનારી, थावर विकलत्रय पशुमें नहि उपजत सम्यक्धारी, तीनलोक तिहुंकालमाहिं नहीं दरशनसो सुखकारी, सकलधरमको मूल यही इस विन करनी दुःखकारी ॥ ६ ॥
અહો, જીવને સમ્યગ્દર્શન સમાન સુખકારી ત્રણકાળ ત્રણલોકમાં બીજું કોઈ નથી, શ્રાવકના કે મુનિના બધા ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે, સમ્યગ્દર્શન વગરની શુભાશુભ બધી કરણી જીવને દુઃખકારી છે.
સમ્યગ્દર્શન-ધારક જીવ પહેલી નરક સિવાયની છ નરકમાં, જ્યોતિષ-વ્યંતર-ભવનવાસી દેવોમાં, નપુંસકમાં, સ્ત્રી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com