________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ નથી છતાં તેને અલૌકિક જ્ઞાન-વૈરાગ્યદશા હોય છે, સ્વરૂપમાં આચરણરૂપ સ્વરૂપાચરણદશા છે, મિથ્યાત્વ કે અનંતાનુબંધી ક્રોધાદિ તેને થતા જ નથી. અતીન્દ્રિય આનંદ તે ધર્મીના જ્ઞાનમાં વર્તે છે તેથી બીજે ક્યાંય તેને સંતોષ કે આનંદ થતો નથી. વિષયોની વૃદ્ધી નથી પણ તેનો ખેદ છે. ધર્મને નામે તે કદી સ્વચ્છેદ પોષે નહીં. અસંયમ છે પણ કાંઈ સ્વચ્છંદ નથી. અરે, આત્માના આનંદનો સાધક તો જગતથી ઉદાસ થયો તેને હવે સ્વછંદ કેવા? પર્યાય-પર્યાયે એનું જ્ઞાન રાગથી જુદું રહીને મોક્ષને સાધી રહ્યું છે, અને એમાં જ સાચો વૈરાગ્ય છે. જ્યાં રાગનું કર્તવ્ય જ ઊડી ગયું ત્યાં તેનું જોર તૂટી ગયું છે, એટલે અસંયમદશા હોવા છતાં કષાયો મર્યાદામાં આવી ગયા છે, તેનાં શ્રદ્ધા-જ્ઞાન મલિન થતા નથી. આવું સમ્યગ્દર્શન જે જીવ પામ્યો તે ઇન્દ્ર વડે પણ પ્રશંસનીય છે. અહો, આવા કપરાકાળે પણ અંતરમાં ઊતરીને જે આત્મદર્શન પામ્યો તે ધન્ય છે. તે તો આત્માના અતીન્દ્રિય આનંદના દરબારમાં જઈને બેઠો, પંચપરમેઢીની નાતમાં ભળ્યો. શાસ્ત્રોએ જે ચૈતન્યવહુનો અનંતો મહિમા ગાયો છે તે ચૈતન્ય વસ્તુ તેણે પોતમાં પ્રાપ્ત કરી લીધી, પોતામાં તેનો અનુભવ કરી લીધો. તે સુકૃતી છે-જગતનું ઉત્કૃષ્ટ કાર્ય તેણે કરી લીધું છે, તેથી તે ધન્ય છે.. ધન્ય છે. ધન્ય છે ! || ૧૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com