________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૧૯૧ પ્રીતિ છે ને પરની પ્રીતિ છૂટી ગઈ છે.
વિષય-કષાયો તો પાપ છે, ધર્મી પણ તેને પાપ જ સમજે છે, પણ તે વખતે ધર્મીના અંતરમાં જે સમ્યગ્દર્શન છે તે શુદ્ધ છે, તે પ્રશંસનીય છે, તે મોક્ષનું કારણ છે. તે સમ્યગ્દર્શનનો ભાવ વિય-કષાયોથી અલિત છે. એકસાથે જુદી જુદી બે ધારા ચાલી રહી છે, એક સમ્યકત્વાદિ શુદ્ધ ભાવની ધારા, ને બીજી રાગધારા. તેમાં ધર્મીને શુદ્ધભાવની ધારામાં તન્મય પણું છે, ને તેના જ વડે ધર્મીની સાચી ઓળખાણ થાય છે. અજ્ઞાની એકલી રાગધારાને દેખે છે તેથી ધર્મીને તે ઓળખી શક્તો નથી.
અહા, વીતરાગી જૈનમાર્ગ! એનું પહેલું પગથિયું સમ્યગ્દર્શન, તે પણ અલૌકિક છે. જૈનમાર્ગ સિવાય બીજે તો સમ્યગ્દર્શન હોતું નથી, બીજા માર્ગની માન્યતા તે તો ગૃહીત મિથ્યાત્વ છે. ધર્મીને એવા કુમાર્ગનો આદર હોય નહીં. તેણે તો ચેતન્યના અનંતગુણના રસથી ભરપૂર અતીન્દ્રિય આનંદના અનુભવ સહિત આત્મા ની પ્રતીત કરી છે, તેની સાથે નિઃશંક્તા વગેરે આઠગુણ હોય છે. તેને તીવ્ર અન્યાયનાં કર્તવ્ય હોય નહીં, માંસ-ઈંડાં વગેરે અભક્ષ્ય ખોરાક હોય નહીં, મહા પાપનાં કારણરૂપ એવા સત વ્યસન (-શિકાર, ચોરી, જાગાર, પરસ્ત્રીસેવન વગેરે) તેને હોય નહીં, અરે જિજ્ઞાસુ સજ્જનને પણ એવાં પાપકાર્ય ન હોય તો સમ્યગ્દષ્ટિને તો કેમ હોય? ચોથાગુણસ્થાને સમ્યગ્દષ્ટિને ભલે સંયમદશા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com