________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૧૯૦ ]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩
જાણવું. આત્મા સિવાય બીજે ક્યાંય તેનું મન ઠરતું નથી, આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ તેને ગમતી નથી, તેને સાચો પ્રેમ ને એકતા આત્મામાં જ છે. પર ઉપર રાગ દેખાય છે પણ તેમાં ક્યાંય-૫૨માં કે રાગમાં અંશમાત્ર સુખબુદ્ધિ નથી. રાગ અને સ્વભાવ વચ્ચે તેને મોટી તિરાડ પડી ગઈ છે, અત્યંત ભેદ પડી ગયો છે, તે કદી એક્તા થાય નહીં. રાગ અને જ્ઞાનને તે જુદા ને જુદા જ અનુભવે છે. આવી જ્ઞાનદશાવંત સમ્યગ્દષ્ટિનો મહિમા અપાર છે. જેમ નાળિયેરમાં અંદર ટોપરાનો ગોટો કાચલીથી જુદો જ છે તેમ ધર્માત્મા અંતરમાં ચૈતન્યગોટો રાગાદિ પરભાવોથી છૂટો ને છૂટો જ છે, તે રાગાદિરૂપ થતો નથી, સંયોગને પોતાના દેખતો નથી, તેનાથી પોતાને જુદો જ દેખે છે.
ભરતચક્રવર્તી હોય કે નાનું દેડકું હોય, –બધાય સમ્યગ્દષ્ટિની આવી દશા હોય છે. તેમણે આકાશ જેવો અલિસ પોતાનો આત્મસ્વભાવ જાણ્યો છે તેથી પરભાવોના પ્રેમમાં તે લેપાતા નથી. ગૃહસ્થપણું છે-પણ તે તો હાથમાં પકડાઈ ગયેલા ઝેરી સર્પ જેવું છે. જેમ હાથમાં પકડેલો સર્પ ફેંકી દેવા માટે છે, પોષવા માટે નથી, તેમ ધર્મીને અસંયમના જે રાગાદિ છે તેને તે સર્પ જેવા સમજીને છોડવા માંગે છે, તે રાગને પોતાનો સમજીને પોષવા માટે નથી. પોતાના ચૈતન્યસ્વભાવની અનુભૂતિથી ભિન્ન જાણીને અભિપ્રાયમાં તો તે સમસ્ત પરભાવોને છોડી જ દીધા છે કે આ ભાવો હું નથી. સ્વાનુભવવડે સ્વ-૫૨નો વિવેક થયો છે એટલે સ્વતત્ત્વમાં જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com